વિષ્ણુ પુરાણ અનુસાર ભુલથી પણ લાંબો સમય સુધી આ ૪ કામ કરવા જોઈએ નહીં, નહિતર જીવન થઈ જશે બરબાદ

Posted by

વિષ્ણુપુરાણમાં ઘણી એવી વાતો બતાવવામાં આવી છે, જેનું પાલન કરવાથી જીવન સુખથી ભરાઈ જાય છે. આ પુરાણને શ્રી પરાશર ઋષિએ લખ્યું છે અને તેમાં એમણે દેવી-દેવતાઓ થી લઈને ભૂતકાળ, ભવિષ્યનો પણ ઉલ્લેખ કર્યો છે. એમણે વિષ્ણુપુરાણમાં થોડા એવા નિયમો વિશે બતાવ્યું છે, જેમનું પાલન દરેક વ્યક્તિએ કરવું જોઈએ. સાથે જ એમણે એવા પણ થોડા કામોનો ઉલ્લેખ કર્યો છે, જેમને વધારે સમય સુધી કરવા જોઈએ નહીં. વિષ્ણુ પુરાણ અનુસાર નીચે બતાવવામાં આવેલા કામોને વધારે સમય સુધી કરવાથી નુકસાન થાય છે. તો આવો જાણીએ આ કામ વિશે.

સ્નાન કરવું

દરરોજ સ્નાન જરૂર કરવું જોઈએ. સવારનાં સમયે સ્નાન કરવું વિષ્ણુપુરાણમાં શુભ માનવામાં આવ્યું છે. જોકે ઘણા લોકો વધારે સમય સુધી સ્નાન કરવાની આદત હોય છે અને નહાવામાં આ લોકો વધારે સમય લગાવતા હોય છે. વિષ્ણુ પુરાણ અનુસાર વધારે સમય સુધી નાહવું યોગ્ય હોતું નથી. જે લોકોના નાહવામાં વધારે સમય લગાવે છે, તેઓ રોગગ્રસ્ત થઈ જાય છે. મતલબ કે સવારનાં સમયમાં વાતાવરણ ઠંડુ હોય છે અને એવામાં વધારે સમય સુધી નાહવાથી બીમાર થઈ જાય છે.

સુવું

વિષ્ણુ પુરાણ અનુસાર વધારે સમય સુધી સૂવું પણ સારું નથી. માનવ શરીરને ૭-૮  કલાકની ઊંઘ જરૂરી છે. પરંતુ જે લોકો એનાથી વધારે સમય સુવે છે, તેઓ બીમારીનો શિકાર થઈ જાય છે. વધારે સમય સુધી સૂવાથી વ્યક્તિ સ્થુળતાનો શિકાર થઇ જાય છે અને ઘણી બધી બીમારીઓ તેમને ઘેરી લે છે. એટલા માટે જો તમે વધારે સમય સુધી સૂઈ રહો છો તો આ આદતને છોડી દો.

વધારે જાગવું

જે લોકો ઓછી ઊંઘ લે છે અને હંમેશાં કામમાં જ વ્યસ્ત રહે છે, એમનું સ્વાસ્થ્ય પણ ખરાબ થઈ જાય છે. વિષ્ણુ પુરાણ અનુસાર વધારે જાગવું સ્વાસ્થ્ય માટે ઘણું નુકસાનકારક હોય છે. વધારે સમય સુધી જાગવાથી દિમાગ યોગ્ય રીતે કામ નથી કરતું અને એની ખરાબ અસર શરીર પર પડે છે. એટલા માટે લાંબો સમય સુધી જાગવું જોઈએ નહીં અને દરરોજ ઓછામાં ઓછા ૮ કલાકની ઉંઘ લો.

એક્સરસાઇઝ

વધારે કસરત કરવી પણ શરીર માટે ઘાતક માનવામાં આવે છે. વિષ્ણુ પુરાણ અનુસાર જે લોકો વધારે એક્સરસાઇઝ કરે છે, તેમનાં સ્વાસ્થ્ય પર ખરાબ પ્રભાવ પડે છે અને સ્વાસ્થ્ય ખરાબ થઈ જાય છે. વધારે એક્સરસાઈઝ કરવા વાળા લોકોને શરીરમાં વધારે થાક અને દુખાવો રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *