વિશ્વમાં સૌથી અપશુકનિયાળ મોબાઈલ નંબર છે આ, આજ સુધી જેટલા લોકો પાસે પણ ગયો તેમાંથી એકેય જીવતો નથી રહ્યો

અત્યાર સુધી તમે ઘણી ડરામણી જગ્યાઓ વિશે સાંભળ્યું હશે, પરંતુ શું તમે ક્યારેય ડરામણાં ફોન નંબર વિશે સાંભળ્યું છે? આજે અમે વાત કરી રહ્યા છીએ આવા જ એક ડરામણા મોબાઈલ નંબર વિશે, જેને જાણી લીધા બાદ તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. આ આર્ટીકલ વાંચી લીધા બાદ તમે પોતાનો મોબાઈલ નંબર બદલશો નહીં અને જો બદલો છો તો ૧ હજાર વખત વિચાર કરશો.

૧૦ વર્ષથી ચાલી રહ્યો છે આ સિલસિલો

આજ સુધી આ નંબર નો ઉપયોગ જેણે કર્યો છે તેનું મૃત્યુ થઈ ગયું છે. મહત્વપુર્ણ છે કે આ મોબાઈલ નંબર નો ઉપયોગ જે વ્યક્તિએ કર્યો તેનું મૃત્યુ થઈ ગયું. આ સિલસિલો પાછલા અમુક દિવસોથી નહીં પરંતુ પાછલા ૧૦ વર્ષથી ચાલી રહ્યો છે. સોશિયલ મીડિયા ઉપર પણ આ ખતરનાક મોબાઈલ નંબર ને લઈને ખુબ જ ચર્ચા છવાયેલી છે. આ મોબાઈલ નંબરનો અત્યાર સુધીમાં જેણે ઉપયોગ કર્યો છે, તે બધા લોકો આ દુનિયાને છોડી ગયા છે.

અત્યાર સુધીમાં ત્રણ વખત થઈ ચુકી છે ઘટના

હકીકતમાં આ ઘટના એક વખત થયેલ નથી. અત્યાર સુધીમાં ત્રણ વખત આવી ઘટના થઈ ચુકી છે. આ નંબર ને અત્યાર સુધીમાં ૩ લોકોએ ખરીદ્યો છે, જેનું મૃત્યુ થઈ ગયું છે. આ ઘટના બુલ્ગારિયા ની છે. તમને જણાવી દઈએ કે સૌથી પહેલા આ નંબરને મોબીટેલ કંપનીનાં સીઈઓ એ ખરીદ્યો હતો. કંપનીનાં સીઈઓ વ્લાદમીર ગેસનોવ દ્વારા મોબાઈલ નંબર ૦૮૮૮૮૮૮૮૮૮ ને સૌથી પહેલા પોતાની માટે લેવામાં આવ્યો હતો.

મોબાઈલ નંબર બની ગયો જીવનો દુશ્મન

તેના થોડા દિવસો બાદ વ્લાદમીર ગેસનોવ ને કેન્સર થઈ ગયું અને વર્ષ ૨૦૦૧માં તેમનું મૃત્યુ થઈ ગયું. પરંતુ કહેવામાં આવે છે કે કેન્સરથી મૃત્યુ થયાની અફવા તેમના દુશ્મનોએ ફેલાવી હતી. જ્યારે તેમના મૃત્યુનું કારણ કંઇક અલગ હતું. અમુક મીડિયા સંસ્થાનું માનવામાં આવે તો આ મોબાઈલ નંબર તેમના જીવનનો દુશ્મન બની ગયો હતો.

આ નંબરે ઘણા જીવ લીધા

ત્યારબાદ આ મોબાઈલ નંબરને ડિમેત્રોવ નામના એક કુખ્યાત વ્યક્તિએ લીધો હતો. ત્યારબાદ ડિમેત્રોવ ને વર્ષ ૨૦૦૩માં એક રશિયન માફિયા દ્વારા મારી નાખવામાં આવેલ. ડિમેત્રોવ નો વેપાર ૫૦૦ મિલિયન નો હતો. મૃત્યુના સમયે આ નંબર ની પાસે જ હતો. ત્યારબાદ પણ આ મૃત્યુનો સિલસિલો બંધ થયો નહીં.

ભુતિયા નંબરને કરી દેવામાં આવ્યો સસ્પેન્ડ

ડિમેત્રોવ નાં મૃત્યુ બાદ આ નંબર બુલ્ગારિયા નાં એક વેપારી ડિસલિવ દ્વારા ખરીદવામાં આવ્યો. નંબર લીધાના થોડા દિવસો બાદ ડિસલિવ ને વર્ષ ૨૦૦૫માં બુલ્ગારિયા ની રાજધાની સોફિયા માં મારી નાખવામાં આવેલ. આવી રીતે આ ભુતિયા નંબર ને લીધે એક બાદ એક ત્રણ લોકોના મૃત્યુ થયા. જોકે ત્રણ મૃત્યુ થયા બાદ આ નંબરને વર્ષ ૨૦૦૫માં સસ્પેન્ડ કરી દેવામાં આવેલ.