વિશ્ર્વ મેલેરિયા દિવસ : આ બધાં ઘરગથ્થું ઉપાયો અજમાવી મચ્છરોથી કાયમી છૂટકારો મેળવો.

આજકાલમાં ગંદકી અને ભેજવાળા વાતાવરણને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો હોવાની ફરિયાદો સાંભળવા મળે છે. આજે વિશ્વ મેલેરિયા દિવસ હોવાથી મચ્છરોના ત્રાસથી બચવાં માટેના ઘરગથ્થું ઉપાયો અહીં પેશ કર્યાં છે. આ બધી વસ્તુઓનો ઉપયોગ આપણે કિચનમાં કરતાં હોઈએ છીએ.

આ બધી ચીજોનો ઉપયોગ કરતાં જ ઘરમાંથી મચ્છરો પલાયન થઈ જશે. મોસમ બદલાતાં જ ઘરમાં મચ્છરોનો ત્રાસ વધી જતો હોય છે. મચ્છરો કરડતાં ડેન્ગ્યુ, મેલેરિયા, ચીકનગુનીયા જેવી જીવલેણ બિમારીઓ પેદા થાય છે. તેથી મચ્છરોથી છૂટકારો મેળવવા માટે વિવિધ પ્રકારના ઉપાયો અજમાવવા પડે છે.

 

એટલે લોકો બજારમાં મળતા જાત જાતનાં રીપેલેંટનો ઉપયોગ કરે છે પરંતુ એનાથી મચ્છરો થોડાં સમય માટે અદ્રશ્ય થઈ જાય છે પણ ફરી પાછા આવી જશે. તમને ખબર છે કે, આપણાં ઘરમાં કેટલીક એવી વસ્તુઓ પડી છે જેની ગંધ માત્રથી મચ્છરો આપણાથી દૂર રહે છે. આ વસ્તુઓ કઇ કઇ છે તે વિશેની જાણકારી અહીં પ્રસ્તુત છે.

આપણાં ઘરનાં રસોડામાં  આટલી  વસ્તુ મોજુદ છે. જેમકે કપુર, લસણ, લવેન્ડર(ફુલ),અજમા, સરસવનું તેલ, લીમડાનું તેલ વગેરે વગેરે…

કેવી રીતે ઉપયોગ કરશો?

લસણ : લસણની તીવ્ર ગંધથી મચ્છરો દુર ભાગે છે. લસણનો રસ શરીર ઉપર લગાવો અથવા એનો છંટકાવ કરો.

લવેન્ડર : લવેન્ડર એક પ્રકારનાં ફુલનું નામ છે. એ ફુલની સુગંધ એટલી અસરકારક હોય છે કે, મચ્છરોથી સહન થતી નથી એટલે એનાથી દૂર રહે છે. લવેન્ડરનાં તેલનો ઘરમાં પ્રાકૃતિક ફ્રેશનરનાં રૂપમાં છંટકાવ કરો  મચ્છરો ઘરમાં ટકી શકશે નહીં.

અજમા અને સરસવનું તેલ : સરસવનાં તેલમાં અજમાનો પાવડર ભેળવીને એનાં ટુકડાને ઘરમાં ઉંચાઇ પર મૂકી દો એટલે મચ્છર ફરકશે નહીં.

લીમડાનું તેલ :

લીમડાનાં તેલને હાથ – પગમાં લગાવો. અથવા તો નારિયેળ તેલમાં લીમડાનું તેલ મિક્સ કરી એનો દિવો કરો. મચ્છરો ગાયબ થઈ જશે.

આ બધાં ઉપાયો અજમાવો અને મચ્છરોથી છૂટકારો મેળવો. આ હાથવગા ઉપાયો બીજાને Share કરવાનું ભૂલી જતાં નહીં.

લેખસંપાદક : મહેન્દ્ર સંઘાણી (વરિષ્ઠ પત્રકાર – સુરત)