વિટામિન B-12 ની કમી થવા પર શરીરમાં દેખાય છે આવા લક્ષણો, જાણો તેનાથી બચવાની રીત અને ઉપાય

Posted by

વિટામીન B-12 શરીર માટે ખુબ જ જરૂરી હોય છે. શરીરમાં તેની ઊણપ થવાથી ઘણા રોગો થવા લાગે છે. એટલા માટે તે ખુબ જ જરૂરી છે કે તમે વિટામીન B-12ની કમી ને શરીરમાં ન થવા દો. વિટામીન B-12 ની કમી શરીરમાં થવાથી મેટાબોલિઝમ, ડી.એન.એ સેંથેસિસ અને રેડ બ્લડ સેલ્સનાં ગઠન પર અસર પડે છે. એટલું જ નહીં નર્વસ સિસ્ટમ માટે પણ વિટામીન B-12 જરૂરી હોય છે.

શરીરમાં વિટામિન B-12 ની ઊણપ હોવાના ઘણા કારણ હોય છે. જેમાંથી વિટામીન B-12 યુક્ત આહારનું સેવન ન કરવું મુખ્ય કારણ માનવામાં આવે છે. તે સિવાય વિટામીન B-12 ની કમી હોવા પર ઘણી પ્રકારનાં લક્ષણ પણ દેખાવા લાગે છે. નીચે બતાવવામાં આવેલા લક્ષણ દેખાવા લાગે તો તમે પણ સમજી જાવ કે તમારા શરીરમાં વિટામીન B-12 ની ઉણપ થઈ ગઈ છે.

હાઇપરપિગ્મેન્ટેશન

હાઇપરપિગ્મેન્ટેશન હોવાથી સ્કિન પર ડાઘ, ધબ્બા, પેચ કે શરીરની સ્કિન કાળી પડવા લાગે છે. જો તમારા શરીરનો કોઇ ભાગ કાળો થવા લાગે કે ચહેરા પર કાલા પેચ પડી જાય તો સમજી લો કે તમને વિટામીન B-12 ની ઉણપ થઈ ગઈ છે. મતલબ વિટામીન B-12 ની ઉણપ થી સ્કિન વધારે માત્રામાં મેનાલીન નામનું પિગમેન્ટનું ઉત્પાદન કરવા લાગે છે. વળી ઘણા લોકોને વધતી ઉંમર કે વધારે તડકામાં રહેવાના કારણે હાઇપરપિગ્મેન્ટેશન નાં રોગ લાગી જાય છે.

સફેદ ડાઘ

સેફદ ડાઘ હાઇપરપિગ્મેન્ટેશન થી વિપરીત હોય છે. આ રોગ હોવા પર સેફદ ડાઘમાં મેલેનીન ની ઉણપ થઈ જાય છે. જે સફેદ પેચનું કારણ બને છે. આ સ્થિતિને સેફદ ડાઘ  કહે છે. આ રોગ શરીરનાં તે ભાગમાં વધારે પ્રભાવિત કરે છે જે સુરજ પ્રકાશનાં સીધા સંપર્કમાં આવે છે. જેમ કે ચહેરા, ગરદન અને હાથ.

વાળનું ખરવું

શરીરમાં પર્યાપ્ત માત્રામાં વિટામીન B-12 હોવાથી વાળનો વિકાસ સારી રીતે થાય છે. જ્યારે જે લોકોના શરીરમાં વિટામીન B-12 ની ઉણપ હોય છે, તે લોકોના વાળ પર તેની સીધી અસર પડે છે. વિટામીન B-12 ની ઉણપ થવાથી વાળ ખરવા લાગે છે અને કમજોર થઈ જાય છે, એટલા માટે જે લોકોના વાળ વધારે ખરવા લાગે તો સમજી જાવ કે તેમના શરીરમાં વિટામિન B-12 ની ઊણપ હોઈ શકે છે.

વિટામીન B-12 ની ઉણપનાં અન્ય લક્ષણ ત્વચાનો રંગનો હળવો પીળો પડવો, જીભનો રંગ પીળો કે લાલ થવો, મોઢામાં છાલા પડવા પણ હોઈ શકે છે. જ્યારે વિટામીન B-12 ની કમી ને કેવી રીતે દુર કરી શકાય તે આ પ્રકારે છે.

આ વસ્તુનું સેવન કરો

  • રેડ મીટ, માછલી, શેલ ફિશ, ફ્લિયા, ઈંડા, બીન્સ અને સુકામેવા ખાવાથી વિટામીન B-12 ની કમી દુર થઈ જાય છે.
  • તે સિવાય દુધ અને દુધ ઉત્પાદન જેમ કે દુધ, પનીર, દહીં, છાશ વગેરેને પણ પોતાની ડાયટમાં જરૂર સામેલ કરો.
  • લાલ રક્ત કોશિકાઓનાં નિર્માણમાં વિટામીન B-12 મહત્વની ભુમિકા નિભાવે છે. રક્તમાં વિટામીન B-12 ની કમીથી આરબીસી ની સંખ્યા પણ ઘટવા લાગે છે. જો કે જે લોકો આયોડીન યુક્ત તથા ઉપર બતાવવામાં આવેલી વસ્તુઓ નિયમિત રૂપથી ખાય છે, તેમના શરીરમાં વિટામીન B-12 ની કમી નથી થતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *