બોલીવુડ અભિનેતા શાહિદ કપુર અને એક્ટ્રેસ અમૃતા રાવ ની સુપરહિટ ફિલ્મ “વિવાહ” આજે પણ દર્શકોની મનપસંદ ફિલ્મ માંથી એક છે. આ ફિલ્મની કહાની થી લઈને કિરદાર સુધી બધું જ દર્શકોને ખુબ જ પસંદ આવ્યું હતું. એ જ કારણ છે કે આજે ઘણા વર્ષો પસાર થઈ ગયા હોવા છતાં પણ આ ફિલ્મ આજે પણ લોકોની વચ્ચે પહેલા જેવી જ લુકપ્રિય છે. આ ફિલ્મમાં સામાન્ય રીતે તો ઘણા કલાકાર નજર આવ્યા હતા, જે વીતેલા સમયની સાથે ખુબ જ બદલાઈ ચુક્યા છે. તેમાંથી જ એક ફિલ્મમાં અભિનેત્રી અમૃતા રાવની બહેનનું કિરદાર નિભાવવાળી એક્ટ્રેસ અમૃતા પ્રકાશ પણ હવે ખુબ જ બદલાઈ ચુકી છે. ઉંમરથી લઈને લુક સુધી વિતેલા સમયની સાથે એક્ટ્રેસમાં ખુબ જ બદલાવ આવી ચુક્યો છે.
અમૃતા પ્રકાશ ભલે હાલના સમયમાં ફિલ્મોથી દુર છે, પરંતુ તે સોશિયલ મીડિયા ઉપર ખુબ જ એક્ટિવ રહે છે અને અવારનવાર ફેન્સની સાથે પોતાની લેટેસ્ટ તસ્વીરો શેર કરતી રહે છે. ફિલ્મમાં સીધીસાદી દેખાવવાળી અમૃતા પ્રકાશ હકીકતમાં ખુબ જ બોલ્ડ બની ચુકી છે. તે અવારનવાર ફેન્સની સાથે પોતાના બોલ્ડ અવતારની તસ્વીરો શેર કરતી રહે છે. સોશિયલ મીડિયા પર તેની તસ્વીરો અવારનવાર વાયરલ થતી રહે છે, જેને ફેન્સ પણ ખુબ જ પસંદ કરે છે.
અવારનવાર પોતાની તસ્વીરો શેર કરવાવાળી અમૃતા નાં બોલ્ડ લુક્સ ને જોઈને તેના ફેન્સ પણ દીવાના બની જાય છે. અભિનેત્રી અવારનવાર પોતાની કોઈને કોઈ તસ્વીરથી ઇન્ટરનેટનું તાપમાન વધારતી રહે છે. તેનું બદલાયેલું રૂપ જોઈને ફેન્સ પણ ચોકી જાય છે. એક્ટ્રેસે પોતાના ઇન્સ્ટાગ્રામ પર પોતાની એક તસ્વીર શેર કરી હતી, જેમાં તે બ્લાઉઝ વગરની સાડી પહેરેલી નજર આવી હતી. તેનો આ અવતાર જોયા બાદ પણ ફેન્સને પરસેવો છુટી ગયો હતો. તે સિવાય તેની એવી ઘણી બોલ્ડ તસ્વીરો સોશિયલ મીડિયા ઉપર રહેલી છે.
કારકિર્દીની વાત કરવામાં આવે તો એક્ટ્રેસ અમૃતા પ્રકાશે વર્ષ ૨૦૦૩માં “કોઈ મેરે દિલ મેં હૈ” થી પોતાની અભિને કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યારબાદ તે ફિલ્મ “વિવાહ” માં નજર આવી. આ ફિલ્મ દ્વારા તેને લોકોની વચ્ચે પોતાની એક ખાસ જગ્યા બનાવી લીધી. ત્યારબાદ તે ફિલ્મ “એક વિવાહ એસા ભી” અને “તુમબીન મિલી” જેવી ફિલ્મમાં મહત્વના કિરદાર માં નજર આવી હતી. ફિલ્મો સિવાય અમૃતા પ્રકાશ ટીવી સીરીયલ્સમાં પણ કામ કરી ચુકી છે.
અમૃતા પ્રકાશે ફક્ત પાંચ વર્ષની ઉંમરમાં સ્ટાર પ્લસ નાં એક કાર્ટુન શો દ્વારા પોતાના “મિસ ઈન્ડિયા” કિરદારને હિટ બનાવી દીધો હતો. તેણે ફક્ત ૯ વર્ષની ઉંમરમાં ટીવી ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કરી લીધું હતું. અમૃતાએ પહેલી વખત ડ્રામા શો માં એક્ટ્રેસ ગૌતમી ગાડગીલ ની ભત્રીજી નું કિરદાર નિભાવ્યું હતું. તે સિવાય તેને અમુક ટીવી શો માં એક્ટિંગ પણ કરેલી હતી. તેણે એક્ટ્રેસ સોનાલી બેન્દ્રેની સાથે ૨ વર્ષ સુધી શો “કયા મસ્તી ક્યાં ધુમ” પણ પોસ્ટ કરેલ છે.
તમને જણાવી દઈએ કે અમૃતા પ્રકાશે પોતે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ફિલ્મ “વિવાહ” તેની કારકિર્દી માટે મહત્વની સાબિત થઈ હતી. ફિલ્મમાં નિભાવવામાં આવેલા કિરદારને લીધે તેની કારકિર્દીની કાયાપલટ થઈ ગઈ હતી. વર્ષ ૨૦૨૦માં અમૃતા પ્રકાશ ટીવી શો “પટિયાલા બેબ્સ” માં નજર આવી હતી અને ત્યારથી તે એક્ટિંગથી દુર છે. તે સિવાય તેણે લવ બાય ચાન્સ, એક રિસ્તા ઐસા ભી, અકબર બિરબલ, મહાકાલી, તુમ બીન જાઉ કહા, યે મેરી લાઈફ હૈ, રિશ્તે વગેરે જેવી ઘણી સિરિયલમાં એક્ટિંગ કરેલી છે.
તમને જણાવી દઈએ કે અમૃતા સોશિયલ મીડિયા ઉપર ખુબ જ એક્ટિવ રહે છે. તેના ઘણા બધા ફેન્સ પણ છે, જે તેની તસ્વીરો અને વિડીયો માં તેની ખુબ જ પ્રશંસા કરતા હોય છે. બદલતા સમયની સાથે સાથે અમૃતા પણ ખુબ જ બદલાઈ ચુકી છે. એક્ટ્રેસ ખુબ જ ગ્લેમરસ દેખાય છે અને પોતાની તસ્વીરો શેર કરીને આ વાતની સાબિતી પણ આપી રહી છે અને તસ્વીરોમાં તેનો લુક ખુબ જ સ્ટનીંગ હોય છે.