વર્ષ ૨૦૧૬માં એક ફિલ્મ આવી હતી “વિવાહ”. શાહિદ કપૂર અને અમૃતા રાવની આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખૂબ જ ચાલી હતી. આ ફિલ્મમાં અમૃતા રાવની શ્યામવર્ણી બહેન “છોટી” યાદ છે તમને? તે છોટી અત્યારે ના તો નાની રહી છે કે ના શ્યામવર્ણી રહી છે. તે છોટી અત્યારે ખૂબ જ મોટી અને ખૂબ જ સુંદર લાગે છે. વિવાહ ફિલ્મના આ પાત્રને અમૃતા પ્રકાશ નામની અભિનેત્રીએ કર્યો હતો. અમૃતા હાલનાં દિવસોમાં પોતાના લેટેસ્ટ લુકને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની હતી.
અમૃતા પ્રકાશે પોતાના એક્ટિંગની શરૂઆત ૪ વર્ષની ઉંમરમાં કરી હતી. તે સમય દરમિયાન તેણે કેરળની એક વિજ્ઞાપન કંપનીમાં કામ કર્યું હતું. અમૃતાનો જન્મ ૧૧ મે, ૧૯૮૭માં રાજસ્થાનના જયપુર શહેરમાં થયો હતો. ઓછી ઉંમરમાં જ કામ મળવાના લીધે તે મુંબઈ શિફ્ટ થઇ ગઇ હતી.
વિવાહ સિવાય અમૃત પ્રકાશે તુમ બીન, કોઈ મેરે દિલ મેં હૈ, એક વિવાહ એસા ભી, વી ઓર ફેમીલી, ના જાને કબ સે, જેવી અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. ૨૦૦૧માં આવેલી “તુમ બીન” ફિલ્મ અમૃતાની ડેબ્યૂ ફિલ્મ હતી. તે ફિલ્મ થી તે રાતોરાત ફેમસ થઈ ગઈ હતી. હિન્દી ફિલ્મ સિવાય અમૃતાએ મલયાલમ ફિલ્મ પણ કરી છે.
ફિલ્મ અને વિજ્ઞાપન સિવાય અમૃતાએ ટીવી શો પણ કર્યા છે. તુમ બીન જાઉં કહા, ક્યાં હદસા ક્યાં હકીકત, કોઈ અપના સા, યે હે આશિકી, સાત ફેરે – સલોની કા સફર. કંઈક આવી ટીવી સીરીયલ માં અમૃતાએ કામ કર્યું છે.
અમૃતા ફિલ્મ અને ટીવીમાં કામ કરે છે, તે ઉપરાંત તે મોડેલિંગ પણ કરે છે. તેની સુંદરતાના જેટલા વખાણ કરવામાં આવે એટલા ઓછા છે. તે રસના, ગ્લુકોન ડી, ડાબર જેવી બ્રાન્ડના વિજ્ઞાપન પણ કરી ચૂકી છે.