વિવેક ઓબેરોયની બહેનને જોઈ લેશો તો ઐશ્વર્યા રાયને પણ ભુલી જશો, સુંદરતા અને ગ્લેમરસનું છે કોમ્બિનેશન

Posted by

ફિલ્મ “કંપની” દ્વારા બોલિવુડ દુનિયામાં પગલાં રાખવાવાળા અભિનેતા વિવેક ઓબરોયની પોતાની એક ખાસ ઓળખ છે. વિવેક ઓબરોયએ ગ્લેમર ઇન્ડસ્ટ્રીમાં અભિનેત્રી એશ્વર્યા રાય થી લઈને રાની મુખર્જી સુધી બધી મોટી અભિનેત્રીઓ સાથે કામ કર્યું છે. જો કે વર્તમાનમાં વિવેક બોલિવુડમાં વધારે એક્ટિવ નથી, પરંતુ તે હંમેશા પોતાની પર્સનલ લાઇફને લઇને ચર્ચામાં રહે છે.

જણાવી દઇએ કે વિવેક ઓબરોય પોતાના જમાનાના જાણીતા અભિનેતા સુરેશ ઓબરોયનાં દીકરા છે. તેવામાં વિવેક ઓબરોયનું ફિલ્મી દુનિયામાં પગલાં રાખવુ હિતાવહ છે. પરંતુ વિવેકની જ બહેન જે આ ગ્લેમર દુનિયાથી દુર રહે છે અને તેમને લાઈમલાઇટમાં પણ આવવાનું પસંદ નથી. જી હાં, ફિલ્મી પરિવારથી સંબંધ હોવા છતાં તે લાઈમલાઇટ થી ઘણી દુર રહે છે. આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ વિવેક ઓબરોય ની બહેન અને વેટરન એક્ટર સુરેશ ઓબરોયની દીકરી મેઘના ઓબરોય વિશે, જેને ખુબ જ ઓછા લોકો ઓળખે છે. તો આવો જાણીએ મેઘના ઓબરોયની લાઈફ વિશે.

ફિલ્મી પરિવાર સાથે સંબંધ હોવા છતાં મેઘના એક્ટિંગની દુનિયામાં આવવા નથી ઈચ્છતી. મેઘના દેખાવમાં ખુબ સુંદર છે અને તે પોતાની સુંદરતાથી બોલિવુડની મોટી અભિનેત્રીઓને ટક્કર આપે છે. મેઘના પોતાના અંગત જીવનમાં ઘણી સ્ટાઇલિશ છે, પરંતુ કેમેરાની સામે આવવાથી હંમેશા અચકાય છે.

કહેવાય છે કે તે પોતાની લાઈફને પર્સનલ રાખવાની જ પસંદ કરે છે. એટલું જ નહીં પરંતુ મેઘના સોશિયલ મીડિયા પર પણ વધારે એક્ટિવ નથી રહેતી. ખાસ વાત એ છે કે મેઘનાને અભિનયનો કોઈ શોખ નથી. પરંતુ તે સિંગીગનો શોખ રાખે છે અને બોલીવુડના ઘણાં પ્રોજેક્ટ પણ કરી ચુકી છે.

જણાવી દઇએ કે મેઘના ઓબરોયે ફિલ્મ મસ્તી માટે ‘Saiyaanji Baiyan Chuddake’ ગીત ગાયું હતું. ફિલ્મ મસ્તીમાં તેમના જ ભાઈ વિવેક ઓબરોય મુખ્ય ભુમિકામાંથી એક હતા. મેઘનાનાં લગ્ન મુંબઈના બિઝનેસમેન અમિત બામા સાથે થયા છે. તેમણે વર્ષ ૨૦૦૨માં પોતાનું એક આલ્બમ “વાદા કરો” રજુ કર્યુ હતું. વર્તમાનમાં મેઘના પોતાના પરિવારને સંભાળી રહી છે અને તે પોતાના અંગત જીવનમાં ઘણી ખુશ છે.

વળી વાત કરીએ વિવેક ઓબેરોયની તો તે બોલિવુડ ઈન્ડસ્ટ્રીના જાણીતા અભિનેતા છે. વિવેક ઓબરોયે વર્ષ ૨૦૦૨માં રામગોપાલ વર્માની ફિલ્મ “કંપની” થી ડેબ્યુ કર્યુ હતું. આ ફિલ્મમાં તેમણે એક ગેંગસ્ટરનો કર્યો હતો અને તેમની પર્ફોમન્સના ઘણાં વખાણ થયા હતા.

ત્યારબાદ વિવેક ઓબરોયે રોમેન્ટિક, એક્શન, ડ્રામા અને કોમેડી ફિલ્મોમાં કામ કર્યું છે. વિવેક ને શાનદાર અભિનય માટે સર્વ શ્રેષ્ઠ મેલ ડેબ્યુ અને સર્વ શ્રેષ્ઠ સહાયક અભિનેતા માટે ફિલ્મફેર એવોર્ડ પણ મળી ચુક્યો છે. વિવેકે ફિલ્મ યુવા, સાથીયા, મસ્તી અને ઓમકારા જેવી ફિલ્મોમાં પોતાના અભિનયથી છાપ છોડી છે. વિવેક બોલીવુડની જાણીતી અભિનેત્રી ઐશ્વર્યા રાય સાથે અફેરને લઈને પણ ખુબ જ ચર્ચામાં રહી ચુક્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *