શિલ્પા શેટ્ટીનાં ૧૦ વર્ષનો દિકરો રાજ કુન્દ્રાને લઈને થયો ભાવુક, ઇન્ટરનેટ પર ખુબ જ છવાયેલી છે તસ્વીરો

Posted by

અશ્લીલ ફિલ્મો બનાવવાનાં આરોપમાં ધરપકડ થયેલા શિલ્પા શેટ્ટીનાં પતિ અને જાણીતા બિઝનેસમેન રાજ કુન્દ્રાની મુશ્કેલી સતત વધતી જઈ રહી છે. રાજ કુન્દ્રાનાં કાળા કારનામાને કારણે તેમના પરિવારને પણ ઘણી આલોચનાનો સામનો કરવો પડી રહ્યો છે. આ બાબતમાં રાજ કુન્દ્રાની પત્ની અને અભિનેત્રી શિલ્પા શેટ્ટી તથા શિલ્પાની બહેન શમિતા શેટ્ટીએ પણ ઘણું સાંભળવું પરી રહ્યું છે.

રાજ કુન્દ્રાનાં કારનામાને કારણે શમિતા શેટ્ટી અને શિલ્પા શેટ્ટી પણ પરેશાન છે. જયારે શિલ્પા અને રાજનાં દીકરાએ પણ તેની વચ્ચે થોડી ફોટો શેર કરી છે. જેને લઈને સોશ્યિલ મીડિયા યુઝર પોતાનું મંતવ્ય આપી રહ્યા છે. જણાવી દઈએ કે રાજ કુન્દ્રા અને શિલ્પા શેટ્ટીનાં દીકરા વિયાન રાજ કુન્દ્રાએ હાલનાં સમયમાં પોતાના સોશ્યિલ મીડિયા એકાઉન્ટ થી ફોટો શેર કરી છે. જયારે તેમના પિતા રાજ પોલીસ કસ્ટડીમાં છે અને માતા શિલ્પા શેટ્ટી તેના કારણે ઘણી પરેશાન છે અને તેમને સમજ નથી આવી રહ્યું કે આખરે શું કરવું જોઈએ.

વિયાન રાજ કુન્દ્રાએ પોતાના આધિકારિક સોશ્યિલ મીડિયા એકાઉન્ટ થી જે ફોટો શેર કરી છે. તેમાં તે પોતાનીમાં શિલ્પા શેટ્ટી સાથે નજર આવી રહ્યો છે. નાના વિયાને માં સાથે ત્રણ ફોટો શેર કરી છે અને તેમાં તે પોતાની માં સાથે દેખાઈ રહ્યો છે. ફોટોમાં સ્પષ્ટ સમજ આવી રહ્યું છે કે વિયાન પોતાની માં ની કેટલો નજીક છે અને શિલ્પા પણ પોતાના બાળકો પર ખુબ જ પ્રેમ વરસાવે છે. આ ફોટો માં મા-દીકરા ની જોડી હસતી-મુસ્કુરાતી નજર આવી રહી છે.

વિયાન કુન્દ્રા દ્વારા શેર કરવામાં આવેલી આ ફોટો સોશ્યિલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહી છે. જોકે આ ફોટો સાથે વિયાને કોઈ કેપ્શન નથી આપ્યું. પરંતુ ફોટો થી સ્પષ્ટ છે કે વિયાન પોતાની માં સાથે વિતાવેલા તે આનંદનાં પળોને યાદ કરી રહેલ છે. બધા ફોટો માં શિલ્પા પોતાના દીકરા પર પ્રેમ વરસાવી રહી છે.

એક ફોટામાં તે પોતાની માં ને લપેટાઈ ને વિયાને આંખ બંધ કરી રાખી છે, તો વળી એક ફોટા માં તે હસી રહ્યો છે અને શિલ્પાએ તેને પાછળ થી પકડી રાખ્યો છે. જયારે એક અન્ય ફોટામાં શિલ્પા પોતાના દીકરાનાં ગાલ ચુમી રહી છે. જણાવી દઈએ કે વિયાન સોશ્યિલ મીડિયા પર હંમેશા સક્રિય મળી આવે છે. વર્ષ ૨૦૧૭માં તેમનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઓપન હતું અને ૧૦ વર્ષનાં વિયાનનાં ઇન્સ્ટાગ્રામ પર ૨૭ હજાર થી વધારે ફોલોવર્સ છે.

આ ફોટા પર ફેન્સ ની પણ ઘણી પ્રતિક્રિયા આવી રહી છે. માં-દીકરાનો આ અંદાઝ લોકોને ભાવુક કરી રહ્યો છે અને ફેન્સને આશા છે કે બધું સારું થઇ જશે. તેના પર કમેન્ટ કરતા એક સોશ્યિલ મીડિયા યુઝરે લખ્યું છે કે, ભગવાન તમને વધારે તાકાત આપે. તમે હંમેશા પોઝિટિવ રહો. જયારે એક યુઝરે લખ્યું કે, આ સમય પણ પસાર થઇ જશે.

મહત્વપુર્ણ છે કે રાજ કુન્દ્રાને આ મામલામાં ૧૯ જુલાઈ એ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેમના ઘરે થી ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ તેમને ૨૩ જુલાઈ સુધી પોલિસ હિરાસત માં મોકલવામાં આવ્યા હતા. ત્યારબાદ અદાલતે તેમની પોલીસ કસ્ટડી ૨૭ જુલાઈ સુધી વધારી દીધી હતી. ત્યારબાદ એકવાર ફરી તેમાં વધારો કરી તેમની ન્યાયિક હિરાસત ૧૪ દિવસ વધારી દીધી હતી. આ કેસ માં શિલ્પાની પણ પુછપરછ કરવામાં આવી અને તેણે પતિનો બચાવ કરતા કહ્યું કે, રાજ અશ્લીલ નહિ પરંતુ એરોટિક ફિલ્મો બનાવે છે. તેમને આશા છે કે પતિને ન્યાય મળશે. શિલ્પાએ કહ્યું કે, તેમને મુંબઈ પોલીસ અને ભારતની ન્યાય વ્યવસ્થા પર પુરો ભરોસો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *