વૃધ્ધ ભિખારી શ્રધ્ધા કપુર પાસે માંગી રહ્યો હતો ભીખ, કરોડોની માલિક હોવા છતાં પણ એક રૂપિયો પણ આપ્યો નહીં, જુઓ વિડીયો

Posted by

ફિલ્મ એક્ટ્રેસ શ્રદ્ધા કપુર ઘણા દિવસોથી ફિલ્મોમાં નજર આવી નથી. તેમ છતાં પણ તે હંમેશા ચર્ચામાં રહે છે. હાલમાં તેમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. હવે તેને લોકોની ખુબ જ અસહજ કરવાવાળી કોમેન્ટનો પણ સામનો કરવો પડી રહ્યો છે. તેનો વિડીયો મુંબઈનો છે. તેમાં શ્રદ્ધા સતત એક વૃધ્ધ ભિખારીને નજરઅંદાજ કરી રહી છે અને તેને કંઈ પણ દીધા વગર ત્યાંથી ચાલી ગઇ હતી. આ વીડિયોને કારણે લોકો તેને ખુબ જ સંભળાવી રહ્યા છે.

આ કામને લીધે આવી હતી શ્રદ્ધા કપુર

તમને જણાવી દઈએ કે શ્રદ્ધા કપુર પોતાના મિત્રોની સાથે મુંબઈના જુહુમાં લંચ કરવા માટે આવી હતી. લંચ કર્યા બાદ તે જ્યારે પરત જઈ રહી હતી તો પોતાના મિત્રોને મળી રહી હતી. તે સમયે એક વૃદ્ધ ભિખારી તેમની પાસે હાથ ફેલાવીને મદદ માગી રહ્યો હતો. આ દરમિયાન શ્રદ્ધા ઘણી મિનિટ સુધી ત્યાં ઉભી રહી હતી અને પોતાના મિત્રો સાથે વાત કરી રહી હતી. તે પોતાની પાછળ ફરી રહેલા તે વૃદ્ધ ભિખારીને સતત ઇગ્નોર કરી રહી હતી. સાથો સાથ અંતમાં તે ત્યાંથી પોતાની ગાડીમાં બેસીને આગળ નીકળી ગઈ.

આ વીડિયો થયો વાયરલ

 

View this post on Instagram

 

A post shared by Bollywood Pap (@bollywoodpap)


એક ઇન્સ્ટાગ્રામ યુઝરે પોતાના એકાઉન્ટથી આ વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં રેસ્ટોરન્ટ થી બહાર નીકળ્યા બાદ એક્ટ્રેસ પોતાના મિત્રો સાથે વાત કરી રહી હતી અને વૃદ્ધ ભિખારીને નજરઅંદાજ કરીને ચાલી ગઈ હતી. જેના કારણે તેના ટ્રોલ કરવામાં આવી રહી છે. હવે ઘણા યુઝર્સ તેના આ વર્તનને અસંવેદનશીલ જણાવી રહ્યા છે.

વળી એક યુઝરે લખ્યું હતું કે તમે વધારે ગરીબ દેખાય રહેલ છો શ્રદ્ધા કપુર, કે તમે એક વૃધ્ધ ભિખારીને ૫૦-૧૦૦ રૂપિયા પણ આપી શક્યા નહીં. એક યુઝરે લખ્યું કે આ લોકો કરોડો કમાય છે પરંતુ કોઇ જરૂરિયાતમંદ વ્યક્તિને મદદ કરી શકતા નથી. તે સિવાય અન્ય ઘણાં યુઝરે પણ શ્રદ્ધા દ્વારા વૃદ્ધ ભિખારીને નજરઅંદાજ કરવા પર તેની આલોચના કરી હતી. એક કોમેન્ટ માં તો એવું પણ કહેવામાં આવ્યું હતું કે આ લોકો ફક્ત કેમેરાની સામે દાન કરે છે.

શ્રદ્ધાને કારણે લોકોએ આ વીડિયોને લઈને સમગ્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રીને પોતાના નિશાના પર લીધી હતી. હવે આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખુબ જોવામાં આવી રહ્યો છે અને તેને શેર પણ કરવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં આ વીડિયોને જોયા બાદ ઘણા લોકો અને શ્રદ્ધા કપુર ઉપર ખુબ જ ગુસ્સો પણ આવ્યો હતો. હવે લોકોનું કહેવું છે કે એક્ટ્રેસે મદદ માંગી રહેલા વૃદ્ધ વ્યક્તિ સામે જોયું પણ નહીં. યુઝર્સે તો એવું પણ કહી દીધું કે એક્ટ્રેસ ને આવું કરતાં સમયે શરમ આવી જોઇએ હતી.

અભિનેત્રી શ્રદ્ધા કપુરને છેલ્લી વખત ફિલ્મ બાગી-૩ માં ટાઇગર શ્રોફ ની સાથે જોવામાં આવી હતી. તેમની આ ફિલ્મ ફ્લોપ સાબિત થઈ હતી. હાલના દિવસોમાં ફિલ્મ “નાગિન” અને ફિલ્મ “સ્ત્રી-૨” માં તે કામ કરી રહી છે. તે સિવાય શ્રદ્ધા કપુર ડાયરેક્ટર લવ રંજન ની આગલી ફિલ્મ અનામ માં રણબીર કપુર સાથે નજર આવનાર છે. હજુ સુધી આ ફિલ્મના નામનો ખુલાસો કરવામાં આવ્યો નથી. શ્રદ્ધા કપુર ખુબ જ જલ્દી “ચાલબાજ ઇન લંડન” માં નજર આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *