વ્યક્તિએ જીવનમાં કુતરા પાસેથી શીખવા જોઈએ આ ૪ ગુણ, રાતોરાત કરોડપતિ બની જશો : ચાણક્ય નીતિ

આચાર્ય ચાણક્ય પોતાના સમયના મહાન વિદ્વાન પુરુષ હતા. તેમણે પોતાની સુજબુજ અને અનુભવના આધાર પર ઘણી કામની વાતો જણાવેલ છે. આચાર્ય ચાણક્ય એ “ચાણક્ય નીતિ” નામનું એક પુસ્તક લખેલ છે. જેમાં તેમણે એવી વાતો જણાવી લે છે જે આજના સમયમાં પણ સાચી સાબિત થાય છે. આચાર્ય ચાણક્યને અર્થશાસ્ત્ર, રાજકારણ અને કુટનીતિ ત્રણેયમાં સારો અનુભવ હતો. હાલના સમયમાં પણ આચાર્ય ચાણક્ય દ્વારા જણાવવામાં આવેલી નીતિઓ મનુષ્યને સફળતાના માર્ગ ઉપર માર્ગદર્શન કરે છે.

એવું જણાવવામાં આવે છે કે જે પણ વ્યક્તિ આચાર્ય ચાણક્યની નીતિઓ ઉપર અમલ કરે છે, તેણે પોતાના જીવનમાં ક્યારેય પણ અસફળતાનો સામનો કરવો પડતો નથી. ચાણક્ય નીતિઓને અપનાવવાથી વ્યક્તિ જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરે છે. હાલના સમયમાં પણ એક સારું અને સફળ જીવન જીવવા માટે લોકો ચાણક્ય નીતિનું પાલન કરે છે. આચાર્ય ચાણક્ય જણાવે છે કે શીખવા માટે કોઈપણ ઉંમર હોતી નથી મનુષ્ય કોઈ પણ ઉંમરમાં શીખી શકે છે.

જો કોઈ વ્યક્તિને સારું શીખવા મળે છે તો તેને તુરંત શીખી લેવું જોઈએ. એવી જ રીતે ચાણક્ય નીતિશાસ્ત્રમાં કુતરાના અમુક એવા ગુણ વિશે ઉલ્લેખ કરવામાં આવેલ છે, જેને વ્યક્તિ પોતાના જીવનમાં અપનાવે છે તો તેને સફળતા પ્રાપ્ત થાય છે. એટલું જ નહીં પરંતુ માન સન્માન પણ પ્રાપ્ત થાય છે. ચાણક્ય એ પોતાની નીતિઓમાં તે વાતનો ઉલ્લેખ કર્યો છે કે કુતરાના જીવનમાંથી આપણે કઈ આદતો અપનાવી લેવી જોઈએ તો ચાલો તેના વિશે જાણીએ.

ઊંઘમાં પણ રહો સાવધાન

આચાર્ય ચાણક્યએ પોતાની નીતિઓમાં તે વાત વિશે જણાવ્યું છે કે ઊંઘમાં પણ વ્યક્તિએ હંમેશા સાવધાન રહેવું જોઈએ. જેમ કે આપણે લોકો જાણીએ છીએ કે કુતરાની ઊંઘ ખુબ જ કાચી હોય છે. થોડો અવાજ થવા પર કુતરાની ઊંઘ તુરંત ખુલી જાય છે. આચાર્ય ચાણક્ય અનુસાર વ્યક્તિએ ઘાટી ઊંઘમાં સુવું જોઈએ નહીં. જેવી રીતે કુતરો હંમેશાં જાગવા વાળી સ્થિતિમાં રહે છે, એવી રીતે જ આપણે સુવું જોઈએ. થોડો અવાજ થાય તો આપણી ઊંઘ ખુલી જવી જોઈએ. તેનાથી જરૂરિયાત પડવા પર તમે તુરંત સતર્ક થઈ શકો છો.

સંતોષી પ્રવૃત્તિ

આચાર્ય ચાણક્ય એ પોતાની નીતિઓમાં જણાવ્યું છે કે જેવી રીતે કુતરાને આખો દિવસમાં જેટલું ભોજન મળે છે તે માટે સંતોષ રાખે છે. એવી જ રીતે વ્યક્તિએ પણ ખાવા પીવાને લઈને કોઈ પણ ચીજની વધારે અપેક્ષા રાખવી જોઈએ નહીં. કારણ કે અસંતૃષ્ટ વ્યક્તિએ હંમેશા પોતાના જીવનમાં દુઃખ ભોગવવું પડે છે. વ્યક્તિને પોતાના જીવનમાં ગમે એટલું સુખ મળે તે હંમેશા લાલચુ અને દુઃખી રહે છે. વધારે લાલચ તમારું સુખ છીનવી શકે છે. એટલા માટે જેટલું મળે એટલામાં ખુશ રહેતા શીખી લો.

નિડરતા

આચાર્ય ચાણક્ય કહે છે કે એક વ્યક્તિએ નિડરતા અને બહાદુરીના ગુણ કુતરા પાસેથી શીખવા જોઈએ. જે રીતે કુતરો વિપરીત પરિસ્થિતિમાં બિલકુલ પણ ગભરાતો નથી અને માલિક ઉપર કોઈ પણ મુસીબત આવે તો તે અડગ બનીને તેનો સામનો કરવા માટે ઉભો થઈ જાય છે, એવી જ રીતે આપણે પણ દરેક મુસીબતનો બહાદુરીથી સામનો કરવો જોઈએ, પછી પરિસ્થિતિ ભલે ગમે તેવી હોય.

સ્વામી ભક્તિ નો ગુણ

કુતરો પોતાના માલિક પ્રત્યેક ખુબ જ વફાદાર હોય છે. જરૂરિયાત પડવા પર કુતરો પોતાના માલિકને સુરક્ષા માટે પોતાનો જીવ પણ આપી શકે છે. ચાણક્ય નીતિ અનુસાર એક મનુષ્ય એ પણ કુતરા પાસેથી સ્વામી ભક્તિ શીખવી જોઈએ. કુતરો પોતાના માલિકના અનુસાર ખાણીપીણી લે છે અને માલિકના કહ્યામાં રહે છે. એવી રીતે મનુષ્ય એ પણ પોતાના કામ પ્રત્યે સમર્પિત રહેવું જોઈએ, ત્યારે જ તે પોતાના જીવનના લક્ષ્યને પ્રાપ્ત કરી શકે છે.