ચાણક્ય નીતિ : વ્યક્તિમાં જન્મજાત હોય છે આ ૪ ગુણ, કોઈને પણ શિખવાડી શકાતી નથી આ ૪ વાતો

Posted by

આચાર્ય ચાણક્ય પાટલિપુત્ર (જેને અત્યારે પટના નામથી ઓળખવામાં આવે છે તે) મહાન વિદ્વાન હતા. ચાણક્ય નીતિના ન્યાયપ્રિય આચરણ માટે ઓળખવામાં આવતા હતા. એટલા મોટા સામ્રાજ્યના મંત્રી છતાં તે એક સાધારણ ઝુંપડીમાં રહેતા હતા. તેમનું જીવન ખુબ જ સાદું હતુ. ચાણક્યએ પોતાના જીવન થી મળેલા અનુભવોને ચાણક્ય નીતિ માં જગ્યા આપી. ચાણક્ય નીતિમાં કેટલીક એવી વાતો જણાવવામાં આવી છે, જેના પર જો વ્યક્તિ અમલ કરે તો તેને સફળ થવાથી કોઈ નથી રોકી શકતું અને સફળતા તેના ચરણોમાં આવ જાય છે.

જો વ્યક્તિ આ વાતોનો પ્રયોગ પોતાના જીવન માટે કરે તો તેને ક્યારેય પણ હારનો સામનો કરવો પડતો નથી. આ વાતોની અંદર સુખી થવાનું રહસ્ય છુપાયેલું છે. નીતિઓમાં બતાવેલી વાતો તમને કડવી લાગે છે, પરંતુ તે બિલકુલ સાચું છે. ચાણક્ય નીતિમાં કેટલીક એવી વાતો જણાવવામાં આવી છે, જેના ગુણ આપણા બધામાં ૪ ગુણ જન્મજાત હોય છે. તે કોઈ દ્વારા શીખવી શકાતા નથી. આજે અમે આ ગુણો વિશે વાત કરવાના છીએ.

દાનવીર હોવાનો ગુણ

ચાણક્ય નીતિ અનુસાર કોઈ પણ વ્યક્તિમાં દાનવીર હોવાનો ગુણ જન્મજાત હોય છે. તે તેના સ્વભાવમાં સામેલ હોય છે. તેની દાન શક્તિ વધારવા અથવા ઓછી કરવા કોઈના હાથની વાત નથી. તે વ્યક્તિમાં જેટલું દાન પુણ્ય કરવાની ક્ષમતા હશે તે એટલું કરશે.

સાચા-ખોટા વચ્ચે નિર્ણય લેવાનો ગુણ

જીવનમાં પરિસ્થિતિ દર વખતે એકસરખી નથી રહેતી. દરેક વખતે એક નવી પરિસ્થિતિ ઉત્પન્ન થતી હોય છે. એવામાં વ્યક્તિને સાચા અને ખોટાનો નિર્ણય જાતે કરવો પડે છે. ચાણક્ય નીતિ અનુસાર જન્મથી વ્યક્તિમાં આ ગુણ હોય છે. જેના કારણે મુશ્કેલીના સમયે તે નિર્ણય લઈ શકે છે. કોઈ તેને આ ગુણ શીખવી શકતું નથી.

ધીરજ નો ગુણ

જો કોઈ વ્યક્તિમાં ધીરજનો ગુણ હોય તો તે જીવનમાં આવનાર કોઈપણ મુશ્કેલ પરિસ્થિતિમાંથી બચી શકે છે. એવું એટલા માટે કારણકે જે વ્યક્તિ સમજ્યા વિચાર્યા વગર નિર્ણય લે છે, તેને આગળ જઈને નુકશાનનો સામનો કરવો પડે છે. ચાણક્ય નીતિ અનુસાર વ્યક્તિમાં ધીરજનો ગુણ જન્મજાત હોય છે. કોઈ વ્યક્તિ ધીરજ રાખવાનો ગુણ શીખવી શકાતો નથી.

મીઠું-કડવું બોલવાનો ગુણ

ચાણક્ય નીતિ અનુસાર કડવું બોલવા વાળા વ્યક્તિ હંમેશા કડવુ જ બોલે છે. થોડો સમય મીઠું બોલ્યા પછી તે પાછો પોતાના કડવાપણા ઉપર આવી જાય છે. તે વ્યક્તિ કોઈના સમજાવાથી પોતાનો સ્વભાવ નથી બદલી શકતો. આ ગુણો તેનામાં જન્મજાત હોય છે. જે વ્યક્તિ કડવું બોલે છે, તેને મીઠું બોલતા શીખવાડવું અશક્ય છે અને જેમની વાણી જન્મથી મીઠી છે, તેને કડવું બોલતા શીખવાડું અશક્ય છે.

તો આ હતી ૪ ખૂબીઓ જે વ્યક્તિમાં જન્મજાત હોય છે. તમે કેટલું પણ ભણાવી-ગણાવી લો તેની આદતો બદલવી અશક્ય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *