ભગવાન શિવ જેને સમગ્ર સૃષ્ટિના દેવોના દેવ મહાદેવના નામથી બોલાવવામાં આવે છે. દેવતા, કિન્નર, દૈત્ય, દાનવ, રાક્ષસ, યક્ષ, ગંધર્વ વગેરે ભગવાન દેવોના દેવ મહાદેવને પુજે છે અને તેમના ધ્યાનમાં મગ્ન રહે છે. ભગવાન શંકરના ઘણા અનેક નામ છે અને તેમને એક નામથી જાણવું તેમને સીમિત કરવા જેવું છે. એટલા માટે સમગ્ર સૃષ્ટિમાં તેમને અલગ અલગ નામથી પુજવામાં આવે છે. જેમ કે ભોલેનાથ, આદિદેવ, મહાદેવ, શંકર, ત્રીશુળધારી, મહાકાળ, વિશ્વનાથ, સોમેશ્વર, કૈલાશપતિ વગેરે નામથી પુજવામાં અને બોલવામાં આવે છે. જે મનુષ્ય દેવોના દેવ મહાદેવને સાચા મનથી પુછે છે, ભગવાન તેની દરેક મનોકામના પુરી કરે છે અને હંમેશા તેના મનમાં નિવાસ કરે છે.
પુરાણો અનુસાર ભગવાન શિવ જ એવા ભગવાન છે જે જલ્દી પ્રસન્ન થઈને પોતાના ભક્તોને ઇચ્છિત વરદાન પ્રદાન કરે છે. તે ફક્ત પોતાના ભક્તોનો કલ્યાણ ઈચ્છે છે. શિવને પ્રસન્ન કરવા ખુબ જ સરળ છે. ભગવાન મહાદેવ પોતાના ભક્તોની પ્રાર્થના ખુબ જ જલ્દી સાંભળી લેતા હોય છે. મહાદેવની કૃપા પ્રાપ્ત વ્યક્તિમાં અમુક ખાસ લક્ષણ જોવા મળે છે. જો તમારામાં પણ આ લક્ષણ જોવા મળે તો સમજી લેવું જોઈએ કે તમારી ઉપર ભગવાન ભોલેનાથ નો હાથ છે.
જે મનુષ્ય હંમેશા સાધારણ જીવન પસાર કરે છે અને દેખાડાથી દુર રહે છે. બીજા લોકોને નીચા બતાવવાની કોશિશ નથી કરતો, ભુલથી પણ કોઈની સાથે કડવા શબ્દોમાં વાત નથી કરતો, જાણી જોઈને કોઈનું અપમાન નથી કરતો, આવા વ્યક્તિ ઉપર હંમેશા મહાદેવની કૃપાદ્રષ્ટિ રહેતી હોય છે અને ભગવાન ભોલેનાથ નો હાથ હંમેશા આવા વ્યક્તિ ઉપર રહે છે.
જે મનુષ્ય ધન સંપત્તિ, જ્ઞાન, ઐશ્વર્ય, લક્ષ્મી વગેરે મેળવીને પણ અહંકાર નથી કરતો અને હંમેશા બીજા લોકો સાથે વિનમ્રતાથી વ્યવહાર કરે છે, આવા વ્યક્તિ ઉપર હંમેશા મહાદેવનો હાથ રહેતો હોય છે.
જે રીતે નદીઓ પોતાનું પાણી પીતી નથી, વૃક્ષો પોતાના ફળ ખાતા નથી અને મહાદેવની કૃપા પ્રાપ્ત થયેલ વ્યક્તિ પોતાનું જીવન પરોપકારમાં પસાર કરે છે, આવો વ્યક્તિ હંમેશા બીજા લોકોની મદદ કરવામાં તત્પર રહેતો હોય છે. બીજાને ખુશી આપવાના ઉદ્દેશ્યથી હંમેશા પરિશ્રમ કરતો રહે છે. આવા વ્યક્તિ ઉપર હંમેશા ભગવાન ભોલેનાથ નો હાથ રહે છે.
જે મનુષ્ય ખુબ જ બળવાન હોવા છતાં પણ ક્ષમાશીલ હોય અને બીજા લોકો ઉપર અત્યાચાર ન કરતો હોય અને ક્યારેય પણ પોતાની તાકાત ઉપર અભિમાન ન કરતો હોય, આવા મનુષ્ય ભગવાન ભોલેનાથને પ્રિય હોય છે. મહાદેવની કૃપા પ્રાપ્ત વ્યક્તિ સ્વયં નિર્ધન હોવા છતાં પણ દાનશીલ હોય છે અને બીજાની મદદ કરવા માટે તત્પર રહે છે. જે મનુષ્યની અંદર ગરીબો અને લોકો પ્રત્યે હંમેશા પ્રેમ ભાવ રહેતો હોય અને જે મુશ્કેલ સમય આવવા પર ધીરજ અને વિશ્વાસની સાથે આગળ વધે છે. આવા લોકો ઉપર હંમેશા મહાદેવના આશીર્વાદ રહે છે અને તેમને મહાદેવના અંશ પણ માનવામાં આવે છે.