વોશિંગ મશીનમાં આ ૪ વસ્તુઓને ક્યારેય પણ ધોવી નહીં, નહિતર વસ્તુની સાથે વોશિંગ મશીન પણ બગડી જશે

થઈ ગયું ને ખરાબ? શું ખરાબ થઈ ગયું? વોશિંગ મશીન! કેવી રીતે થઈ ગયું ખરાબ? અરે, આ ચીજોને વોશિંગ મશીનમાં સાફ કરવી જોઈએ નહીં. જે લોકોના ઘરે વોશિંગ મશીન છે, અવારનવાર તમે તેમના ઘરે આ શબ્દ ક્યારેક ને ક્યારેક જરૂરથી સાંભળેલો હશે. કારણકે ક્યારેક ક્યારેક અમુક સામાનને વોશિંગ મશીન સાફ કરવા માટે નાખીએ છીએ, ત્યારબાદ સામાન તો ખરાબ થાય છે, સાથોસાથ વોશિંગ મશીન પણ બગડી જાય છે. વોશિંગ મશીનની મદદથી ચીજો સાફ કરવી સરળ લાગે છે. પરંતુ ક્યારેક ક્યારેક વોશિંગ મશીન નો યોગ્ય રીતે ઉપયોગ ન કરવામાં આવે તો સામાનની સાથે વોશિંગ મશીન પણ ખરાબ થવામાં સમય લાગતો નથી. એટલા માટે તેનું ધ્યાન રાખવું પણ જરૂરી છે કે વોશિંગ મશીન માં શું સાફ કરવું જોઈએ નહીં.

સ્પોર્ટ્સ શુઝ

જો તમે પણ સ્પોર્ટ્સ શુઝ સાફ કરવા માટે વોશિંગ મશીનનો ઉપયોગ કરો છો તો આજ પછી તમારે તેને વોશિંગ મશીનમાં સાફ કરવાનું બંધ કરી દેવું જોઈએ. કારણકે સ્પોર્ટ શુઝ સાફ કરવાથી શુઝ ખરાબ થાય છે, સાથોસાથ વોશિંગ મશીન પણ બગડી જવાના ચાન્સ રહે છે. સ્પોર્ટ્સ શુઝ માં સોલ ખુબ જ હાર્ડ હોય છે, તેવામાં ઘણી વખત વોશિંગ મશીન બગડી જાય છે. ઘણા શુઝમાં ગ્લુ નો ઉપયોગ કરવામાં આવે છે, જેના કારણે વોશિંગ મશીન સાફ કરવાથી તે બગડી જવાનો ભય રહે છે.

પ્લાસ્ટિક ડોરમેટ

ઘણી મહિલાઓ અન્ય ડોરમેટ ની સાથે પ્લાસ્ટિકના ડોરમેટ ને પણ વોશિંગ મશીન સાફ કરવા માટે નાખે છે. જો તમે પણ આ ભુલ કરી રહ્યા છો તો તમારે ફરીથી પોતાની આ ભુલ નું પુનરાવર્તન કરવું જોઈએ નહીં. કારણ કે પ્લાસ્ટિકના ડોરમેટ તમારા વોશિંગ મશીન ને ખરાબ કરી શકે છે. ઘણી વખત પ્લાસ્ટિકના ડોરમેટ અંદરથી તુટી પણ જાય છે, જેના કારણે વોશિંગ મશીન પણ બગડી જાય છે.

પર્સ અને હેન્ડબેગ

જો તમારું પર્સ અને હેન્ડબેગ બ્રાન્ડેડ છે, તો ભાગ્યે જ તમે તેને સાફ કરવા માટે વોશિંગ મશીન ની મદદ લેશો. પરંતુ ઘણી વખત લોકો આવી ભુલ પણ કરી બેસે છે. જો તમે પોતાના પર્સ, હેન્ડબેગ અને વોશિંગ મશીન ને સુરક્ષિત રાખવા માંગો છો તો તેને વોશિંગ મશીનમાં સાફ કરવાની ભુલ ક્યારેય કરતાં નહીં. ખાસ કરીને જો પર્સ અને હેન્ડબેગ કપડાનું હોય તો આવી ભુલ ક્યારેય પણ કરવી જોઈએ નહીં.

લેધર નાં કપડા

જો તમે શિયાળામાં પહેરવા માટે લેધર ના જેકેટ અને બુટનો ઉપયોગ કરો છો તો તેને ભુલથી પણ વોશિંગ મશીનમાં સાફ કરવા જોઈએ નહીં. તેનાથી તમારું જેકેટ અને બુટ તો ખરાબ થશે સાથોસાથ વોશિંગ મશીન ખરાબ થઈ શકે છે. વળી તમે જરૂરથી સાંભળ્યું હશે કે લેધરનાં સામાનને હંમેશા પાણીથી બચાવીને રાખવો જોઈએ.