ખુશખબરી : ભારત સરકાર લાવી રહી છે વોટ્સઅપનું દેશી વર્ઝન, આ બે સંસ્થાઓ કરી રહી છે તેના પર કામ

Posted by

ભારત સરકાર ખૂબ જ જલ્દી ઇન્ડિયન વોટ્સઅપ લાવવાની છે. જેથી ભારતીય લોકો કોઈપણ પ્રાઈવેસી અને ડેટા લીક થવાના ડર વગર એપ પર ચેક કરી શકે. કેન્દ્રીય માહિતી અને ટેકનોલોજી પ્રધાન રવિશંકર પ્રસાદ દ્વારા એપ્લિકેશન વિશેની જાણકારી આપવામાં આવી છે અને રવિશંકર પ્રસાદ અનુસાર ઇન્ડિયન વોટ્સઅપ બનાવવાની કામગીરી ચાલુ છે અને તે ખૂબ જ જલ્દી પુર્ણ થઇ જશે.

આ કંપનીને આપવામાં આવી જવાબદારી

ઇન્ડિયન વોટ્સઅપ બનાવવાની જવાબદારી ભારત સરકાર તરફથી નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર (NIC) અને સેંટર ફોર ડેવલપમેન્ટ ઓફ ટેલીમૈટિક્સને આપવામાં આવી છે અને આ બંને કંપનીઓ સાથે મળીને એપ ડેવલપ કરી રહી છે. આશા છે કે આવનારા થોડા મહિનામાં જ આ એપ્લિકેશન બનીને તૈયાર થઇ જશે. આ એપ્લિકેશન પહેલી સ્વદેશી એપ હશે જે વોટ્સઅપની જેમ કામ કરશે.

ઝૂમ એપ નો વિકલ્પ શોધવામાં આવી રહ્યો છે

ઇન્ડિયન વોટ્સઅપ બનાવવાની સાથો સાથ ભારત સરકાર વિડિયો કોન્ફરન્સિંગ એપ ઝૂમ નો વિકલ્પ પણ શોધી રહી છે. આ એપ નો વિકલ્પ શોધવામાં ઘણી બધી સંચાર ક્ષેત્રની કંપનીઓ કામ કરી રહી છે. હકીકતમાં ભારત સરકાર તરફથી એક સૂચના રજુ કરી લોકોને કહેવામાં આવેલ છે કે તેઓ ઝૂમ એપનો ઉપયોગ કરતા સમયે સાવધાની રાખે. કારણ કે આ એપ દ્વારા તમારા ડેટા લીક થઇ શકે છે. ભારત સરકારની આ ચેતવણી બાદ હવે આ એપનો વિકલ્પ શોધવામાં આવી રહ્યો છે.

મહત્વનું છે કે લોકડાઉન દરમિયાન ઘરેથી કામ કરતા લોકો આ એપનો ખૂબ જ ઉપયોગ કરી રહ્યા છે અને આ એપ દ્વારા જ ઓફિસના લોકો સાથે વિડિયો કોન્ફરન્સિંગ કરવામાં આવી રહી છે. એટલું જ નહીં પરંતુ આ એપ દ્વારા જ ઘણા લોકો પોતાનો અભ્યાસ પણ કરી રહ્યા છે. તેવામાં ભારત સરકારે આ બધા લોકોને આ એપ થી સાવધાન રહેવાની ચેતવણી આપી છે. વળી હવે ભારત સરકાર આ એપનો વિકલ્પ શોધી રહી છે.

આરોગ્ય સેતુ પેપર આપી સ્પષ્ટતા

કોરોના વાયરસ થી બચવા માટે ભારત સરકાર દ્વારા આરોગ્ય સેતુ એપ બનાવવામાં આવી છે. આ એપ દ્વારા લોકોને કોરોના સાથે જોડાયેલી તમામ જાણકારી આપવામાં આવી રહી છે. સાથો સાથ તમે જે જગ્યાએ છો તે જગ્યા કોરોના થી સુરક્ષિત છે કે નહીં તેના વિશે પણ જણાવવામાં આવી રહ્યું છે. ભારત સરકાર સતત લોકોને અપીલ કરી રહી છે કે તેઓ પોતાના ફોનમાં આ એપ ડાઉનલોડ કરે.

વળી તેની વચ્ચે આ એપથી ડેટા લીક થવાના સમાચાર સામે આવી રહ્યા છે. આ સમાચાર પર કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે આરોગ્ય સેતુ થી ડેટા લીક થઇ શકતા નથી અને આ એપ સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. આ ફક્ત લોકોને ચેતવણી આપવાનું કામ કરે છે અને તમારા નજીકમાં કોઈ પણ પોઝીટીવ છે તો તેની જાણકારી આપે છે.

રવિશંકર પ્રસાદ અનુસાર આરોગ્ય સેતુ એપ નાં ડાઉનલોડ કાનૂની અને પ્રાઈવેસી મુદ્દે ફસાવવું ખોટું છે કારણકે દુનિયાના ઘણા દેશ આ પ્રકારના પ્લેટફોર્મનો ઉપયોગ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે અત્યાર સુધીમાં ૯.૫ કરોડ લોકોએ આ એપ ડાઉનલોડ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *