વોટ્સઅપમાં જોડવામાં આવ્યું Messenger Rooms ફીચર, હવે વિડિયો ચેટ પર એકસાથે ૫૦ વ્યક્તિ જોડાઈ શકશે

Posted by

ફેસબુકે વોટ્સઅપ પર એકસાથે ૫૦ લોકો સાથે વીડિયો કોલિંગ કરી શકાય તેવું ફીચર રજૂ કર્યું છે. ફેસબુક તરફથી નવું મેસેન્જર રૂમ (Messenger Room) સર્વિસ યુઝર માટે રોલઆઉટ કરવામાં આવેલ છે. વોટ્સઅપ ઉપર પણ યુઝરને મેસેન્જર રૂમનું શોર્ટકટ મળી રહ્યું છે. વોટ્સઅપ નાં એન્ડ્રોઇડ બીટા એપ પર અમુક દેશોમાં આ શોર્ટકટ આપવામાં આવી રહ્યું છે. આ શોર્ટકટ ની મદદથી ફેસબુક મેસેન્જર રૂમ ક્રિએટ કરવામાં આવી શકે છે અને એક સાથે ૫૦ લોકો સાથે વિડીયો ચેટ થઈ શકે છે.

ટેસ્ટિંગ બાદ કરવામાં આવશે રોલઆઉટ

WABetaInfo ના એક રિપોર્ટ અનુસાર ફેસબુકની માલિકી વાળા વોટ્સઅપ મેસેન્જર દ્વારા એન્ડ્રોઇડ માટે વોટ્સઅપ વર્ઝન ૨.૨૦.૧૬૩ બીટા પર ફેસબુક મેસેન્જર રૂમ શોર્ટકટ જોડવામાં આવેલ છે. જણાવી દઈએ કે આ ફીચર એન્ડ્રોઇડ માટે વોટ્સઅપ વર્ઝન ૨.૨૦.૧૬૩ બીટામાં જોવામાં આવેલ છે, હજુ તે અમુક બીટા ટેસ્ટર માટે ઉપલબ્ધ છે. એવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ખૂબ જલ્દી આ ફિચરને અપડેટ ની સાથે વધુ બીટા યુઝર સુધી પહોંચાડવામાં આવશે.

ખૂબ જ જલદી તેણે ઇન્સ્ટાગ્રામ પર ઉપલબ્ધ કરાવવામાં આવશે

રિપોર્ટ અનુસાર હાલમાં કંપનીએ યુએસમાં અમુક પસંદ કરેલા યુઝર્સને ટેસ્ટિંગ માટે ઉપલબ્ધ કરાવ્યું છે. ટેસ્ટિંગમાં સફળ થયા બાદ જ તેને બધા યુઝર્સ માટે રોલઆઉટ કરવામાં આવશે. રિપોર્ટમાં તેની પણ જાણકારી આપવામાં આવી છે કે ખૂબ જલ્દી મેસેન્જર રૂમને ઇંસ્ટાગ્રામ ઉપર પણ ઉપલબ્ધ કરવામાં આવશે. જોકે તેને લઈને વધારે ખુલાસો કરવામાં આવેલ નથી.

ગ્રુપ કોલ સાથે જોડાઇ રહેવા માટે શું કરવાનું રહેશે?

વોટ્સઅપ નાં બીટા વર્ઝનમાં જોડવામાં આવેલ મેસેન્જર રૂમ્સ ફીચરની મદદથી યુઝર્સ સીધા આ એપમાં જઇને તેનો ઉપયોગ કરી શકે છે. રિપોર્ટમાં એક ઇમેજ પણ શેર કરવામાં આવી છે. જેમાં બતાવવામાં આવ્યું છે કે આ ફીચર ચૈટ શેયર વિન્ડોમાં ગેલેરી, લોકેશન, કેમેરા અને કોન્ટેક્ટ ફિચર્સની સાથે નજર આવશે. તેમાં તમારે રૂમ્સ આઇકોન બનેલો દેખાશે. રિપોર્ટનું માનવામાં આવે તો મેસેજ રૂમ્સ ફીચર શોર્ટકટને કોલમાં પણ જોવા મળી શકે છે. તેના દ્વારા યુઝર્સ એક સાથે એક સમયમાં ૫૦ લોકો સાથે ગ્રુપ કોલ કરી શકે છે.

વિડિયો કોન્ફરન્સિંગ એપની ડિમાન્ડ ખૂબ જ વધી

જણાવી દઈએ કે ફેસબુકે રૂપ વીડિયો કોલિંગ એપ એવા સમયમાં લાવી છે, જ્યારે દુનિયાભરમાં લોકડાઉનને કારણે વીડિયો કોન્ફરન્સિંગ એપની ડિમાન્ડ ખૂબ જ વધી રહી છે. કોરોના વાયરસને કારણે દુનિયાભરમાં લોકડાઉને ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા કામ કરવાને પ્રોત્સાહન આપ્યું છે. ખાસ કરીને ઘરે બેસીને જ વીડિયો કોન્ફરન્સિંગ સૌથી વધારે જોવા મળી રહી છે. એક સાથે ઘણા યુઝર્સ વીડિયો કોન્ફરન્સિંગ માં સામેલ કરી શકાય તેવી એપ્લિકેશન ખૂબ જ ઓછી છે અને તેમાં સૌથી વધારે ચર્ચા હાલના દિવસોમાં ઝૂમ અને ગુગલ મીટ ની થઈ રહી છે. હવે તેને પડકાર આપવા માટે ફેસબુકે પણ પોતાનુ મેસેન્જર રૂમ્સ વીડિયો કોલિંગ પ્લેટફોર્મ લોન્ચ કરી દીધું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *