વોટસએપનાં વિન્ડોજ સ્માર્ટ ફોન યુઝર્સ માટે માઠાં સમાચાર : 31 ડિસેમ્બર 2019 થી સપોર્ટ કરવાનું બંધ

Posted by

નવીદિલ્હી : વોટસએપ હંમેશા નવાં નવાં અપડેટ્સ લાવીને પોતાનાં યુઝર્સને આનંદમાં રાખે છે. વોટ્સએપ દુનિયાનું સૌથી મોટું મેસેન્જીન્ગ એપ બની ગયું છે. પરંતુ હવે વિન્ડોજ સ્માર્ટ ફોનનો વપરાશકારો માટે વોટસએપ સુવિધા બંધ કરી શકે છે.

વોટ્સએપની સત્તાવાર જાહેરાત પ્રમાણે 31 ડિસેમ્બર 2019 થી તે વિન્ડોજ ફોનને સપોર્ટ કરશે નહીં. આને કારણે વોટસએપ દ્વારા પ્રસારિત થતાં નવાં ફીચર, બગ ફિક્સ અને અપડેટ્સ ઉપલબ્ધ થશે નહીં. આ ઉપરાંત વોટસએપનાં કેટલાંક વર્તમાન ફીચર્સ પણ વિન્ડોજ સ્માર્ટ ફોન ઉપર કામ કરતાં ક્યારે પણ બંધ થઈ શકે છે.

માઇક્રોસોફ્ટ દ્વારા વિન્ડોજ પર કામ કરતાં લુમીયા સિરિઝનાં ઘણાં સ્માર્ટ ફોન લોન્ચ કરવામાં આવ્યાં હતાં. જોકે, આ મોડેલનાં ઉપભોક્તાને કંપનીની ધારણાં પ્રમાણે રીસ્પોન્સ મળ્યો નહોતો. એક અંદાજ મુજબ દુનિયાનાં એન્ડ્રોઇડ યુઝર્સની સંખ્યા 0.28 % છે. પાછલાં વર્ષોમાં માઇક્રોસોફ્ટને વિન્ડોજ ફોન માટે સપોર્ટ બંધ કરવાની સાથે યુઝર્સને અપીલ કરી હતી કે, તેઓ એન્ડ્રોઇડ અથવા આઇઓએસ પર શિફ્ટ થઈ જાય.

વોટ્સએપનાં પ્રવક્તાએ જણાવ્યું કે, કંપની વિન્ડોજ માટે ફાઇનલ અપડેટ આ વર્ષે જુનમાં રીલીઝ કરશે. વોટ્સએપે આ પહેલાં બ્લેક બેરી, નોકિયા, S-40, સીંબીયન S-60 માટે પણ સપોર્ટ બંધ કરી દીધું છે. તે સાથે આગલાં વર્ષના અંત સુધીમાં એન્ડ્રોઇડ અને આઇઓએસનાં જુનાં વર્ઝનને બંધ કરી દેવાની તૈયારીમાં છે.

પરંતુ બીજાં એક રાહત આપનારાં સમાચાર પણ એ છે કે વોટસએપ વિન્ડોજ 10 PC ને સપોર્ટ કરશે. અન્ય સમાચાર અનુસાર વોટસએપ વિન્ડોજ 10 નાં વપરાશકર્તાઓ માટે UWP App. ડેવલપ કરી રહ્યા છે. અલબત્ત આ એપ્લિકેશનને રોલઆઉટ કરવાની કોઇ જાણકારી પ્રાપ્ત થઈ નથી.

લેખ સંપાદક : મહેન્દ્ર સંઘાણી (વરિષ્ઠ પત્રકાર – સુરત)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *