વોટ્સઅપ વિડિયો કોલ પણ થઈ શકે છે રેકોર્ડ, જાણો તેને રેકોર્ડ કરવાની રીત

અત્યાર સુધી તમે ફોનમાં કોલ રેકોર્ડ કરતા હતા. પરંતુ શું તમને ખબર છે કે હવે તમે પોતાના વોટ્સઅપ પર મિત્રો સાથે વિડીયો પર જે વાતચીત કરી રહ્યા છો, તેને પણ રેકોર્ડ કરી શકો છો. જો તમને તેના વિશે જાણ નથી, તો અમે તમને તેની રીત બતાવવા જઈ રહ્યા છીએ. તે એટલું સરળ છે કે તમે ચપટી વગાડતાં જ તેનો ઉપયોગ કરવાનું શીખી શકો છો.

ગ્રુપ વિડિયો પણ છે હવે સંભવ

તમને જણાવી દઈએ કે હાલમાં જ વોટ્સએપ દ્વારા તમને ગ્રુપ વિડીયો ચેટની સુવિધા પણ આપવામાં આવી છે. તેમાં તમે એક સાથે ૪ લોકો સાથે વીડિયો ચેટ કરી શકો છો. આ સુવિધા થોડા દિવસો પહેલાં જ લોન્ચ કરવામાં આવી હતી.

આ છે રેકોર્ડ કરવાની સરળ રીત

વોટ્સઅપ તમને એપલ અને એન્ડ્રોઇડ બંનેમાં ફોનના વીડિયો રેકોર્ડ કરવાની સુવિધા આપે છે. iOS માં આ સુવિધા પહેલાથી જ ઉપલબ્ધ છે. આઈફોન યુઝર સ્ક્રીન રેકોર્ડિંગ ફીચર દ્વારા વોટ્સઅપ વિડીયો કોલ રેકોર્ડ કરી શકે છે. ઘણા અપગ્રેડ એન્ડ્રોઇડ ફોનમાં પણ આ સુવિધા ઉપલબ્ધ છે. પરંતુ જો તમને તમારા ફોનમાં આ સુવિધા નજર નથી આવી રહી તો તમે પ્લે સ્ટોરમાંથી એક એપ્લિકેશન ડાઉનલોડ કરીને પણ આ ફીચરનો ઉપયોગ કરી શકો છો.

એન્ડ્રોઇડ યૂઝર્સ માટે વોટ્સઅપ પર વિડીયો કોલ રેકોર્ડિંગ

જો તમારા પાસે વોટ્સઅપ પર સ્ક્રીન રેકોર્ડિંગની સુવિધા નથી, તો તમે પ્લે સ્ટોરમાંથી DU Recorder એપ ડાઉનલોડ કરવાની રહેશે. એપ તમારી પાસે અમુક પરમિશન માંગશે. એક વખત પરમિશન મળ્યા બાદ તમે આરામથી વિડિયો રેકોર્ડિંગ કરી શકશો.

એપલ ફોન યુઝર્સ માટે

જ્યારે તમે વોટ્સઅપ પર વીડિયો કોલિંગ કરી રહ્યા છો તો સ્ક્રીનને નીચે થી ઉપર તરફ સ્વાઇપ કરવા પર તમારી સામે કંટ્રોલ પેનલ આવી જશે. અહીંયા તમને સ્ક્રીન રેકોર્ડિંગનું નિશાન નજર આવશે. ફક્ત તેને ક્લિક કરો. માઇક્રોફોન ઓપ્શનને ટર્ન ઓન કરવાનું ભૂલશો નહીં. એક વખત ક્લિક કરવા પર જ તમારો વિડિયો રેકોર્ડિંગ શરૂ થઇ જશે.