શ્રીકૃષ્ણ બાદ સુદર્શન ચક્ર ક્યાં ગયું? મહાભારત બાદ સુદર્શન ચક્ર અહિયાં દટાયેલું છે

મહાભારત યુદ્ધમાં ભગવાન શ્રીકૃષ્ણએ ફક્ત ધર્મ અને ન્યાયના પક્ષમાં જ બધા નિર્ણય લીધા, પછી તે છળપુર્વક કર્ણ પાસેથી કવચ અને કુંડળ લેવાની યોજના હોય કે પછી દુર્યોધનને તેની માં ગાંધારીની સામે નિવસ્ત્ર ન જવા દેવાનું હોય. કારણ કે જો કૃષ્ણએ આવું ન કર્યું હોત તો ક્યાંક ને ક્યાંક કૌરવોનો હિત થયું હોત અને જો આવું થયું હોત તો પાંડવો સાથે ઘોર અન્યાય થવાનું નિશ્ચિત હતું. સમગ્ર યુદ્ધના સમયે ભગવાન શ્રી કૃષ્ણએ સૌથી મહત્વપુર્ણ ભુમિકા નિભાવી હતી.

પરંતુ ઇતિહાસના સૌથી શક્તિશાળી શાસ્ત્રોમાંથી એક સુદર્શન ચક્ર તેમની પાસે હોવા છતાં પણ તેમણે એક વખત પણ શસ્ત્ર ચલાવ્યું નહીં. કારણ કે તેઓ જાણતા હતા કે જો સુદર્શન ચક્ર નો પ્રયોગ કરવામાં આવશે તો વિપક્ષનો વિનાશ નિશ્ચિત છે અને ભગવાન શ્રીકૃષ્ણ બંને પક્ષને અવસર આપવા માંગતા હતા.

સુદર્શન ચક્ર જે વ્યક્તિ ઉપર ચલાવવામાં આવતું હતું તેનો વધ કરીને જ તે પરત આવતું હતું. તે ફક્ત મનમાં વિચાર કરવાથી જ શત્રુ ઉપર પ્રહાર કરી લેતું હતું અને તેનો વધ કર્યા વગર પરત આવતું ન હતું. સુદર્શન ચક્ર નું નિર્માણ કોણે કર્યું તે બાબતમાં વિભિન્ન પુરાણોમાં અલગ-અલગ મંતવ્ય છે. પરંતુ અમે આ આર્ટિકલમાં તમને જણાવીશું કે શ્રીકૃષ્ણ બાદ સુદર્શન ચક્ર ક્યાં ગયું.

સુદર્શન ચક્રને ધારણ કરવું

સુદર્શન ચક્રને ભગવાન વિષ્ણુએ તર્જની આંગળી ઉપર ધારણ કર્યું હતું. ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્રથી અનેક રાક્ષસોનો સંહાર કર્યો હતો. સુદર્શન ચક્રની વિશેષતા એ હતી કે તે આંગળી ઉપર ઝડપથી ફરીને વાયુના પ્રવાહની સાથે ખુબ જ ઝડપથી અગ્નિ પ્રજ્વલિત કરીને શત્રુને ભસ્મ કરી નાખતું હતું. તેના નામ માત્રથી જ શત્રુ સેના માં ભય પ્રસરી જતો હતો. સુદર્શન ચક્રને ભગવાન વિષ્ણુ તથા તેમના અવતાર ભગવાન શ્રીકૃષ્ણે ધારણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે સુદર્શન ચક્ર ફક્ત ભગવાન વિષ્ણુના અવતારો ને જ પ્રાપ્ત થયું હતું. કારણકે જો બધા લોકોને આ શસ્ત્રને ચલાવવાની જાણકારી મળી જાય, તો શક્ય છે કે તેનો દુરુપયોગ થઈ શકે.

સુદર્શન ચક્ર ની સંરચના

તેની સંરચના અત્યંત જટિલ છે. અમુક માન્યતાઓ અનુસાર તેનું નિર્માણ વિશ્વકર્મા દ્વારા કરવામાં આવ્યું હતું. પુરાણોમાં જણાવવામાં આવ્યું છે કે વિશ્વકર્માએ સુર્યનાં તેજ થી ત્રણ વસ્તુઓનું નિર્માણ કર્યું હતું – સુદર્શન ચક્ર, પુષ્પક વિમાન અને ત્રિશુલ. વળી પૌરાણિક માન્યતાઓ અનુસાર તેનું નિર્માણ ભગવાન શિવ દ્વારા કરવામાં આવ્યું હતું અને તેમણે આ સુદર્શન ચક્ર ભગવાન વિષ્ણુને આપ્યું હતું.

એક વખત આવશ્યકતા પડવા પર વિષ્ણુજીએ તે માતા પાર્વતીને આપ્યું હતું અને માતા પાર્વતી ની કૃપાથી જ તે ભગવાન કૃષ્ણને પ્રાપ્ત થયું હતું. વળી અન્ય એક માન્યતા અનુસાર ભગવાન શ્રીકૃષ્ણને સુદર્શન ચક્ર ભગવાન પરશુરામ થી પ્રાપ્ત થયું હતું અને હવે ભગવાન શ્રીકૃષ્ણ બાદ વિષ્ણુ નો કોઈ અવતાર થયો નહીં, તો તે પ્રશ્ન ઊભો થાય છે કે કૃષ્ણ બાદ સુદર્શન ચક્ર નું શું થયું અને તે કોની પાસે ગયું?

ક્યાં ગયું સુદર્શન ચક્ર?

તેના જવાબમાં ભવિષ્ય પુરાણમાં એક ઉલ્લેખ મળે છે, જેના અનુસાર ભગવાન કૃષ્ણના આ સંસારથી અદ્રશ્ય થયા બાદ સુદર્શન ચક્ર તે સ્થાન પર ધરતીમાં જાતે દટાઈ ગયું અને જ્યારે ભગવાન વિષ્ણુ કલકી અવતારમાં ફરીથી આ સંસારમાં આવશે ત્યારે સુદર્શન ચક્ર ધારણ કરશે. ઋગ્વેદમાં ભગવાન વિષ્ણુના સુદર્શન ચક્ર તાર્કિક વર્ણન આપેલું છે, જેના અનુસાર સુદર્શન ચક્ર કોઈ ભૌતિક શાસ્ત્ર નથી પરંતુ સમયનું ચક્ર છે અને તે એટલું શક્તિશાળી છે કે સમયને પણ બાંધી શકે છે. આ તર્ક ન અમુક ઉદાહરણ પણ ઉલ્લેખનીય છે. જેમ કે મહાભારતમાં અર્જુને સુર્યાસ્ત પહેલા જયદ્રથ નો વધ કરવાનું વચન લીધું હતું, પરંતુ જ્યારે ભગવાન કૃષ્ણને જાણ થઈ કે સમય નીકળી રહ્યો છે અને અર્જુન નું વચન તુટી શકે છે ત્યારે તેમણે સુદર્શન ચક્રથી સુર્યને ઢાંકી લીધો હતો.

મહાભારતના સમયમાં જ્યારે ભગવાન કૃષ્ણએ અર્જુનને વિરાટ સ્વરૂપના દર્શન આપ્યા હતા ત્યારે તેમણે સુદર્શન ચક્રની સહાયતાથી સમયને રોકી લીધો હતો અને આ સમયમાં અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો હતો. જો આ દૃષ્ટિકોણથી જોવામાં આવે તો સુદર્શન ચક્રમાં ભગવાન વિષ્ણુનાં ગુણ છે અને તેઓ જ્યારે ઈચ્છે ત્યારે તેને પ્રગટ કરી શકે છે. એવું કહેવામાં આવે છે કે સુદર્શન ચક્ર ભગવાન વિષ્ણુની કુંડલિની શક્તિ છે.