કોરોના વાયરસથી બચવા માટે સરકારે અનેક ધોરણો નિર્ધારિત કર્યા છે. સ્વચ્છતા, સામાજિક અંતર વગેરેની સંપૂર્ણ કાળજી લેવી, પરંતુ આ બધામાં જો તમે આ ક્ષણે બહાર નીકળશો તો માસ્ક પહેરવું સૌથી અગત્યની બાબત છે. કોવિડ-19 ને ટાળવા માટેનું પ્રથમ પગલું ફેસ માસ્ક પહેરીને બહાર નીકળવાનું છે. રોગ નિયંત્રણ એવં નિવારણ કેન્દ્ર અને ઘણા આરોગ્ય કેન્દ્રો પણ લોકોને આ અંગે જાગૃત કરી રહ્યાં છે. જ્યારે પણ તમે બહાર જાઓ છો ત્યારે ફેસ માસ્ક પહેરો.
તમારા માંથી મોટા ભાગના લોકો બહાર નીકળતી વખતે ફેસ માસ્ક પહેરીને જતાં હશે, પરંતુ લોકોના મનમાં એક વધુ સવાલ ઊભો થાય છે, આખરે કયું ફેસ માસ્ક આપણાં માટે સૌથી શ્રેષ્ઠ છે? દરેક જણ આજના સમયમાં તેમના સ્વાસ્થ્ય વિશે જાગૃત છે અને બધા પોતાને કોરોનાથી બચાવવા માંગે છે. જો તમને એ પણ જાણવું છે કે ક્યું માસ્ક સલામત છે, તો આગળ વાંચો.
હવે સુધી તો બધા લોકો જાણી ગયા હશે કે આ વાયરસ એક વ્યક્તિથી અન્ય વ્યક્તિમાં ફેલાય છે. તેની સાથે જ તે શરૂઆતના ચરણમાં સૌથી વધારે ખતરનાક રોગ ફેલાય છે, જ્યારે દર્દીને પણ ખબર નથી પડતી કે તે કોરોના વાયરસ થી પીડિત છે. એટલા માટે આ સમયે આ વાયરસના સૌથી વધારે ફેલાવવાનો ડર હોય છે. આ વાયરસ એક વ્યક્તિ અન્ય વ્યક્તિમાં ના ફેલાય તેના માટે માસ્ક પહેરવું જરૂરી છે. દુનિયાભરમાં કરવામાં આવેલ અનેક રિસર્ચમાં તે માનવામાં આવ્યું છે કે આ ઉપયોગથી આ વાયરસના ફેલાવવા પર રોક લગાવી શકાય છે.
ક્યા પ્રકારનું માસ્ક છે બેસ્ટ?
રેસ્પિરેટર સાથે આવનાર માસ્ક સૌથી વધારે સુરક્ષિત માનવામાં આવે છે. તે સીલ ટેસ્ટેડ રેસ્પિરેટર્સ ફાઈબરથી બનતા હોય છે, જે હવાને ફિલ્ટર કરવામાં સૌથી વધારે કારગર હોય છે. જો કે, માસ્કમાં રહેલ રેસ્પિરેટર રાષ્ટ્રીય વ્યવસાયિક સલામતી અને આરોગ્ય સંસ્થા દ્વારા જણાવેલ ધોરણોને પૂર્ણ કરવું આવશ્યક છે. પ્રમાણિત N-95 રેસ્પિરેટર્સ ૯૫ ટકા પાર્ટીકલ્સને ફિલ્ટર કરી શકે છે. N-99 રેસ્પિરેટર્સ આ કણોને ૯૯ ટકા સુધી ફિલ્ટર કરી શકે છે. N-100 રેસ્પિરેટર્સ આ કણોને ૯૯.૭ ટકા સુધી ફિલ્ટર કરી શકે છે. આમાંના કેટલાક રેસ્પિરેટર્સ માં વાલ્વ હોય છે, જે શ્વાસ લેવામાં યોગ્ય રહે છે.
સર્જીકલ માસ્ક
માર્કેટમાં ઘણાં પ્રકારના સર્જીકલ માસ્ક ઉપલબ્ધ છે. મોટાભાગના સર્જીકલ માસ્ક એક વખતના ઉપયોગ માટે હોય છે. જો તમે સર્જીકલ માસ્કનો ઉપયોગ કરો છો તે તો તેને એક વખતના ઉપયોગ બાદ બંધ ડબ્બાવાળા ડસ્ટબીનમાં નાખી દો. રેસ્પિરેટર્સની જેમ આ માસ્કમાં ફિલ્ટ્રેશન ધારાધોરણ હોતા નથી. સર્જીકલ માસ્ક ૧૦ થી ૯૦ ટકા સુધી સુરક્ષિત હોઈ શકે છે. જોકે આ રેસ્પીરેટર જેટલા સુરક્ષિત કહી શકાતા નથી, પરંતુ તેમ છતાં પણ તેનાથી બચાવ સંભવ છે.
કપડાનું માસ્ક
DIY એટલે કે ઘર પર જાતે બનાવવામાં આવેલ માસ્કને પણ સરકાર તરફથી પ્રોત્સાહિત કરવામાં આવેલ છે. જોકે કોરોના જેવા વાયરસ થી બચવા માટે તેનો પ્રભાવ થોડો ઓછો છે. આવું એટલા માટે કારણ કે ઘરે બનાવેલા માસ્કમાં નાક, ગાલ અને જડબા અને માસ્કની વચ્ચે ગેપ રહે છે. તેનાથી નાના ડ્રોપ્લેટ્સનો માસ્કમાં આવવાનો ખતરો રહે છે. ઘરે બનાવેલા માસ્કની ક્વોલિટી તેના પર નિર્ભર કરે છે કે કયા કપડાનું માસ્ક બનાવવામાં આવેલ છે. જોકે ઘરે બનાવેલા માસ્ક મેડિકલ માસ જેટલા પ્રભાવિત હોતા નથી. પરંતુ તેમ છતાં પણ કોઈ માસ્ક ન પહેરવાથી આ માસ્ક પહેરવું ખૂબ જ સારો વિકલ્પ છે.
DIY માસ્ક માટે કયું મટીરીયલ બેસ્ટ?
૧૦૦ ટકા કોટન ફેબ્રિક થી બનાવવામાં આવેલ અને બે લેયર્સ ની સાથે ટાઈટ બનાવવામાં આવેલ માસ્ક બચાવ માટે યોગ્ય સાબિત થાય છે. બેડશીટ જેવા કપડાંને ઘણા લેયર્સ માં ફોલ્ડ કરીને બનાવવામાં આવેલ માસ બેસ્ટ રહે છે. ઘરે બનાવવામાં આવેલ માસ્કમાં તમે કોફી ફિલ્ટર, પેપર ટૉવેલ વગેરે ફિલટર્સનો પ્રયોગ કરીને તેને વધારે સુરક્ષિત બનાવી શકો છો.
ફેસ માસ્ક સેફ્ટી ટિપ્સ
- ફેસ માસ્ક પહેરતા પહેલા અને કાઢતા સમયે તેને ફક્ત પાછળની તરફ થી જ પકડો. તેના આગળના ભાગને બિલકુલ સ્પર્શના કરો.
- ખાસ ધ્યાન રાખો કે ફેસ માસ્ક પહેર્યા બાદ તમારા મોઢા, નાક અને જડબા તથા માસ્કની વચ્ચે બિલકુલ જગ્યા ન રહે. તે તમારા કાન પર એકદમ ટાઇટ બંધાયેલું હોવું જોઈએ.
- જ્યારે તમે માસ્ક પહેરેલો હોય તો તેને સ્પર્શ કરવાથી બચો.
- પોતાના માસ્કને યોગ્ય રીતે સાફ અથવા સેનિટાઈઝ કરો.
- જો તમારી પાસે કપડાનું માસ્ક હોય તો તેને ઉપયોગમાં લીધા બાદ સાબુના પાણીથી યોગ્ય રીતે ધોઈને સૂકવી દીધા બાદ જ બીજી વખત તેનો ઉપયોગ કરો.
- બીજી વખત માસ પહેરતા પહેલા ૨ દિવસ અથવા તેનાથી વધારે દિવસ માટે કોઈ પેપર બેગમાં સુખી જગ્યા પર રાખો.
- પોતાના રેસ્પીરેટર અને સર્જીકલ માસ્કને બીજી વખત ઉપયોગમાં લેતાં પહેલાં તેને સેનિટાઈઝ કરો અને તેને પણ પેપર બેગમાં રાખો. જો બની શકે તો બીજી વખત તેને ૭ દિવસ બાદ જ ઉપયોગમાં લો.