સંયુક્ત રાજ્ય અમેરિકામાં રાષ્ટ્રીય પ્રાર્થના દિવસના ઉપલક્ષ્યમાં પર વ્હાઇટ હાઉસમાં રોઝ ગાર્ડનમાં એક હિન્દુ પૂજારીએ સંપૂર્ણ રીતે રિવાજથી પવિત્ર વૈદિક શાંતિ પાઠ કરાવ્યા હતા. રિપોર્ટનું માનવામાં આવે તો આ વૈદિક શાંતિ પાઠની સલાહ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આપવામાં આવી હતી. આ શાંતિ પાઠ કોરોના વાયરસની વૈશ્વિક મહામારી થી બચવા માટે કરવામાં આવેલ હતા. વ્હાઇટ હાઉસમાં શાંતિ પાઠ પૂર્ણ હિંદુ રીતી રીવાજ મુજબ કરવામાં આવ્યા હતા અને આ દરમ્યાન રાષ્ટ્રપતિ ટ્રમ્પ પણ હાજર હતા.
એવું કહેવામાં આવે છે કે વ્હાઈટ હાઉસના શાંતિ પાઠ માટે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતે ન્યૂજર્સી સ્થિત બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિરના પૂજારી હરીશ બ્રહ્મભટ્ટને આમંત્રિત કર્યા હતા. જણાવી દઈએ કે શાંતિપાઠ માટે હરીશ બ્રહ્મભટ્ટ સિવાય અન્ય ધર્મના નેતાઓ હાજર હતા. શાંતિપાઠ બાદ હરીશ બ્રહ્મભટ્ટે રોઝ ગાર્ડનના મંચ પરથી પોતાની સંક્ષિપ્ત ટિપ્પણીમાં કહ્યું હતું કે કોરોના વાયરસ, સામાજિક અંતર અને લોકડાઉન જેવી પરિસ્થિતિમાં લોકોનું બેચેન થવું અને તેમનું મન અશાંત થવું અસામાન્ય વાત નથી.
તેમણે કહ્યું કે શાંતિ પાઠ એવી પ્રાર્થના છે જે દુનિયાભરની સફળતાની કામના માટે નથી હોતી, પરંતુ સ્વર્ગ જવાની ઇચ્છા માટે કરવામાં આવે છે. હરીશ બ્રહ્મભટ્ટ સંસ્કૃતમાં પ્રાર્થના વાંચતા પહેલા કહ્યું કે આ શાંતિ માટે હિંદુ ધર્મનો સૌથી સુંદર પાઠ છે. સાથોસાથ જણાવ્યું કે આ યજુર્વેદ થી લેવામાં આવેલ વૈદિક પ્રાર્થના છે.
બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના પૂજારી વ્હાઇટ હાઉસમાં રોઝ ગાર્ડન માં શાંતિપાઠ દરમિયાન સૌથી પહેલાં સંસ્કૃત માં શ્લોક વાંચ્યા હતા. બ્રહ્મભટ્ટ સંસ્કૃતમાં શ્લોક વાંચ્યા બાદ તેનો અંગ્રેજીમાં અનુવાદ કર્યો જેથી જે લોકો સંસ્કૃત સમજી ન શક્યા હોય તેઓ અંગ્રેજીમાં સમજી શકે. હરીશ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે આ પ્રાર્થના સ્વર્ગમાં શાંતિની વાત કરે છે સાથો સાથ ધરતી અને આકાશમાં, જળમાં, વૃક્ષોમાં શાંતિ સ્થાપિત થાય તેના માટે શાંતિ પાઠ કરવામાં આવે છે.
તેમણે કહ્યું કે હાલના સમયમાં સમગ્ર વિશ્વ સંકટના સમયમાંથી પસાર થઈ રહ્યું છે, તેવામાં દરેક જગ્યાએ શાંતિ સ્થાપિત થાય. સાથો સાથ તેઓએ કહ્યું કે ઈશ્વર આપણને દરેક પ્રકારને શાંતિ મહેસૂસ કરાવી તેવી પ્રાર્થના. અંતમાં તેઓએ ઓમ શાંતિ, શાંતિ, શાંતિ ની સાથે શ્લોક ખતમ કર્યો.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉ હરીશ બ્રહ્મભટ્ટને શાંતિ પાઠ કરવા માટે તેમનો આભાર માન્યો હતો. ટ્રમ્પે પોતાને સ્પીચ માં કહ્યું કે હાલના સમયમાં અમેરિકા ભયાનક બીમારી વિરુદ્ધ લડી રહ્યું છે અને સંકટના સમયમાંથી પસાર થઈ રહ્યું છે. તેમણે ઇતિહાસને યાદ કરતાં કહ્યું હતું કે આ પહેલા પણ પડકારજનક સમયમાં અમેરિકાએ ધર્મ, આસ્થા, પ્રાર્થના અને ભગવાન અને શક્તિ પર હંમેશાથી વિશ્વાસ કર્યો છે. ફર્સ્ટ લેડી મેલાનીયા ટ્રમ્પે પણ અમેરિકામાં કોરોના વાયરસને કારણે જેટલા પણ પ્રિયજનોએ પોતાના પરિવારને ગુમાવ્યો છે તેમના પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી હતી.