WHO એ કહ્યું કે – ૮ ટીમો કોરોના વાયરસ વેક્સિન બનાવવાની ખુબ જ નજીક છે

Posted by

કોરોના મહામારીની વચ્ચે એક સારા સમાચાર આવ્યા છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) ના નિર્દેશક જનરલ ટેડરોસ એડનોમ દ્વારા સોમવારે સંયુક્ત રાષ્ટ્રના ઇકોનોમિક એન્ડ સોશિયલ કાઉન્સિલને જાણકારી આપવામાં આવી હતી કે કોરોના સંક્રમણની વેક્સિન બનાવવાનું કામ ખૂબ જ ઝડપથી ચાલી રહ્યું છે અને તે અંદાજિત સમય પહેલાં તૈયાર કરી લેવામાં આવશે. ટેડરોસે જણાવ્યું હતું કે કુલ ૭ થી ૮ ટીમો એવી છે જે તે વેક્સિન બનાવવાની ખૂબ જ નજીક છે અને જલ્દી દુનિયાને એક સારા સમાચાર મળી શકે છે. જોકે તેમણે તેના નામનો ખુલાસો કર્યો ન હતો.

ટેડરોસ અનુસાર ઘણા દેશોએ મદદ માટે હાથ આગળ વધાર્યો છે અને અંદાજે ૧૦૦ અલગ અલગ ટિમ વેક્સિનનું ટ્રાયલ કરી રહી છે અને તેમાંથી ૮ ટીમ એવી છે જે વેક્સિન બનાવવાની ખૂબ જ નજીક છે. ૨ મહિના પહેલા અમે અનુમાન લગાવ્યું હતું કે વેક્સિન બનાવવામાં ૧૨ થી ૧૮ મહિનાનો સમય લાગી શકે છે. પરંતુ કામમાં ઝડપ આવી છે અને તેને સમય પહેલા વિકસિત કરી લેવામાં આવશે. જોકે ટેડરોસે દેશોને અપીલ કરી હતી કે તેમને શોધ અને અનુસંધાન માટે અંદાજે ૮ બિલિયન ડોલર એકઠા કર્યા છે.

વેક્સિન બનાવવા માટે મોટી માત્રામાં તેના ઉત્પાદનની પણ જરૂરીયાત પડશે અને એટલા માટે આ રકમ ઓછી છે. ટેડરોસે જણાવ્યું હતું કે વિતેલા દિવસોમાં તેમણે ૪૦ દેશોને આ વિશે અપીલ પણ કરી હતી. ડબલ્યુએચઓ ના પ્રમુખે કહ્યું હતું કે ૮ બિલિયન ડોલર રકમ પર્યાપ્ત નથી અને અમને થોડી વધુ મદદની જરૂરિયાત છે. જો આ મદદ નહીં મળે તો વેક્સિન બનાવવાના કામમાં સમય લાગી શકે છે.

ટેડરોસે વેક્સિન વિશે જાણકારી આપી હતી કે હાલમાં અમે તે ઉમેદવારો પર વધારે ધ્યાન આપી રહ્યા છીએ જે પરિણામોની નજીક છે અને ઝડપથી કામ કરવામાં સક્ષમ છે. ટેડરોસે તે લોકોના નામ જાહેર કરવાથી મનાઈ ફરમાવી હતી.

દુનિયાભરના હજારો શોધકર્તાઓની સાથે કરી રહ્યા છીએ કામ

ડાયરેક્ટર જનરલ ટેડરોસ એડનોમે જણાવ્યું હતું કે જાન્યુઆરીથી અમે દુનિયાભરના હજારો શોધકર્તાની સાથે કામ કરી રહ્યા છીએ. મોટાભાગના વેક્સિન જાનવર ઉપયોગ કરવાનું શરૂ કરી ચૂક્યા છે, જ્યારે અમુક દ્વારા મનુષ્ય ઉપર પણ તૈયાર કરવાનું શરૂ કરી ચુક્યા છે. અંદાજે ૪૦૦ વૈજ્ઞાનિકોની એક ટીમ તેમના કામકાજ પર નજર રાખી રહી છે.

ટેડરોસે કહ્યું હતું કે કોરોના સંક્રમણ ખૂબ જ ખતરનાક છે અને કોઈ વેક્સિન વગર તેની સાથે આ લડાઈમાં આપણે ખૂબ જ કમજોર સ્થિતિમાં રહીશું. તેમણે કહ્યું હતું કે આ સંક્રમણ બધા દેશોને શીખવી ગયું કે મજબૂત સ્વાસ્થ્ય દેખભાળ પ્રણાલીની દરેક દેશને કેટલી જરૂરિયાત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *