WHO એ પણ સ્વીકાર્યું કે હવે હવામાં પણ ફેલાય રહ્યો છે કોરોના, જાણો કેટલો ખતરનાક

૩૨ દેશોના ૨૩૯ વૈજ્ઞાનિકોએ WHO (વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન)ને પત્ર લખીને જણાવ્યું હતું કે કોરોના એક એયરબોર્ન વાયરસ છે, જે હવામાં પણ ફેલાઇ શકે છે. વૈજ્ઞાનિકોએ અમુક બાબતો ઉપર પણ પ્રકાશ નાખ્યો હતો, જે જણાવે છે કે વાયરસનાં નાના પાર્ટીકલ્સ હવામાં રહીને લોકોને સંક્રમિત કરી શકે છે. WHO દ્વારા પણ તથ્યો પર આધારિત આ રિપોર્ટનો સ્વીકાર કરી લેવામાં આવ્યો છે.

WHO માં કોરોના વાયરસ મહામારી સાથે જોડાયેલ ટેકનિકલ લીડ મારિયા વા કરખોવે કહ્યું હતું કે, કોરોના વાયરસનાં હવામાન હોવાની પણ સાબિતી મળી છે, પરંતુ તેના વિશે હજુ કંઇ સ્પષ્ટ કહી શકાય નહીં. છતાં પણ ભીડ વાળી સાર્વજનિક જગ્યાઓ અને બંધ જગ્યા પર હવા દ્વારા વાયરસના ફેલાવવાની આશંકાથી ઇનકાર કરી શકાય નહીં.

આ અધ્યયનનાં કે રિસર્ચ પેપર આગલા સપ્તાહે “સાઈન્ટિફિક જર્નલ” માં પ્રકાશિત થવાની સંભાવના છે. કોરોના વાયરસ જેવા રેસ્પિરેટરી ઇન્ફેક્શન અલગ-અલગ સાઈઝના ડ્રોપ્લેટ્સ (છાંટા અથવા ટીપા) દ્વારા ફેલાય છે. ડાયામીટર માં ૫ થી ૧૦ માઈક્રોન્સ થી મોટા પાર્ટિકલ્સ અને રેસ્પિરેટરી ડ્રોપ્લેટ્સ માનવામાં આવે છે. જ્યારે ૫ માઈક્રોન્સથી નાના પાર્ટિકલ્સ અને ન્યુક્લિ ડ્રોપલેટ કહેવામાં આવે છે.

WHO ના અનુસાર કોરોના વાયરસનાં મુખ્ય રૂપથી રેસ્પિરેટરી ડ્રોપ્લેટ્સ અને કોન્ટેક્ટ રૂટ્સ ના માધ્યમથી લોકોની વચ્ચે ફેલાય છે. જોકે વૈજ્ઞાનિકો દ્વારા લખવામાં આવેલ પત્ર પરથી જાણી શકાય છે કે આ એક એયરોસોલ ટ્રાન્સમિશન એટલે કે હવા દ્વારા ફેલાવનાર સંક્રમણ પણ હોઈ શકે છે.

WHO ના દૃષ્ટિકોણથી જોવામાં આવે તો વાયરસના ડ્રોપ્લેટ્સ ખાંસી અથવા બોલતા સમયે બહાર નીકળે છે. જે ગ્રેવિટી પાવર (ગુરુત્વાકર્ષણ બળ) ના કારણે લગભગ એક મીટર સુધી પહોંચી શકે છે અને ત્યારબાદ જમીન પર પડી જાય છે. ત્યારબાદ વાયરસનાં હવામા ફેલાવવાનો સવાલ જ ઉભો થતો નથી.

વળી બીજી તરફ ૨૩૯ વૈજ્ઞાનિકોએ તે વાતની સાબિતી આપી કે ન્યુક્લિ ડ્રોપલેટ (૫ માઈક્રોન્સ થી નાના) ન ફક્ત હવામાં એક મીટર થી સુધી ફેલાય છે, પરંતુ વધારે સમય સુધી ખતરો પણ ઊભો કરે છે. જો વૈજ્ઞાનિકોનાં આ તર્કમાં શક્યતા છે તો આ વાયરસ આપણા વિચારવા કરતાં પણ વધારે ખતરનાક છે.

ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટ અનુસાર, WHO એ કહ્યું છે કે પ્રારંભિક નિષ્કર્ષો ની સાવધાનીપૂર્વક વ્યાખ્યા કરવાની જરૂરિયાત છે. જો આ બાબતોની તપાસ કરવામાં આવે તો શોધકર્તા જોશે કે કયા વિશિષ્ટ પરિસ્થિતિમાં એયરબોર્ન વાયરસનો ખતરો વધી રહ્યો છે.

સાથોસાથ વાયરસ કેટલો લાંબો સમય સુધી હવામાં રહે છે અને શું તે નિશ્ચિત અવધિમાં વાયરસ સતત સંક્રમિત કરે છે? એ પણ જોવાનું રહેશે. જો આ સંક્રમણ હવામાન પણ લોકોને શિકાર બનાવી રહ્યું છે, તો માસ્ક પહેરવા ની જરૂરિયાત હવે પહેલા કરતા પણ વધારે રહેશે.