WHO નાં સિનિયર અધિકારીનું સૌથી મોટું નિવેદન, કહ્યું – “દુનિયા માંથી ક્યારેય નહીં જાય કોરોના વાયરસ!”

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) નાં વરિષ્ઠ અધિકારી માઈકલ જે રેયાને બુધવારનાં કહ્યું હતું કે કોરોના વાયરસ દુનિયાના તે વાયરસ જેવો છે, જે ક્યારેય પણ નહીં જાય, જેમ કે એચઆઇવી (HIV). માઈકલ જે રેયાને કહ્યું હતું કે તે અન્ય વાયરસ જેવો જ એક વાયરસ બની શકે છે, જે ક્યારે જશે નહીં જેવી રીતે હાલમાં એચઆઈવી ક્યારેય ગયો નથી. તેમણે કહ્યું હતું કે હું બે બીમારીઓની પરસ્પરમાં તુલના ભૂલ ના કરતો નથી, પરંતુ મારું માનવું છે કે આપણે હકીકતને માનવા વાળા છીએ. મને નથી લાગતું કે કોઈ આ વાતની ભવિષ્યવાણી કરી શકે છે કે ક્યારે અને કેવી રીતે આ બીમારી ખતમ થશે.

તેમણે એવું પણ કહ્યું હતું કે કેસોની સંખ્યા હાલમાં વધારે છે. તેવામાં કોરોના વાયરસને કારણે મુકવામાં આવેલ પ્રતિબંધ હટાવવાથી તે વધુ ફેલાઈ શકે છે. તેવામાં એક અન્ય સંભવિત લોકડાઉનની જરૂરિયાત પડી શકે છે. લોકડાઉનને લઈને રેયાને કહ્યું હતું કે જો દરરોજ કેસોની સંખ્યા ઓછી થાય છે અને કમ્યુનિટીમાં વાયરસ ફેલાવાનું જોખમ પણ ઓછું થાય છે, તે પરિસ્થિતિમાં તેમને હટાવવામાં આવી શકે છે. જો તમે વધી રહેલ કેસોની વચ્ચે તેના હટાવો છો તો તે વધુ ઝડપથી ફેલાઈ શકે છે.

વેક્સિન ના મુદ્દા પર તેમણે કહ્યું હતું કે, “આ વાયરસને ખતમ કરવા માટે આ ઍક ઉપાય હોઈ શકે છે. પરંતુ તે વ્યક્તિ માટે ઉપલબ્ધ કરાવવી પડશે અને તેને બધા માટે ઉપલબ્ધ કરાવવી પડશે.”

તમને જણાવી દઈએ કે કોરોના વાયરસ દુનિયાભરમાં કહેર મચાવી રહ્યો છે. દુનિયાભરમાં કોરોના વાયરસ થી સંક્રમિત દર્દીઓની સંખ્યા ૪૪,૬૭,૭૫૨ પર પહોંચી ગઈ છે, જ્યારે તેનાથી સ્વસ્થ થયેલા લોકોનો આંકડો ૧૬,૭૮,૫૬૩ અને મૃત્યુનો આંકડો ૨,૯૯,૫૫૩ પહોંચી ગયો છે