તમે ઉત્તર ધ્રુવ વિશે તો તમે જરૂર સંભાળ્યું હશે. તે પૃથ્વીનું સૌથી દુર ઉત્તરીય બિંદુ છે. આ તે બિંદુ છે જ્યાં પૃથ્વીની અક્ષો ફરતી હોય છે. અહીંયા નોર્વેનો અંત થાય છે. અહીંયા થી આગળ જતાં રસ્તાને દુનિયાનો છેલ્લો રસ્તો માનવામાં આવે છે. તેનું નામ E-69 છે. જે પૃથ્વી ના છેડા અને નોર્વેને જોડે છે. આ તે સડક છે જ્યાંથી આગળ કોઈ રસ્તો જતો નથી. બસ ફક્ત ચારો તરફ બરફ છે અને સમુદ્ર જ દેખાય છે.
હકીકતમાં E-69 એક હાઇવે છે, જે અંદાજે ૧૪ કિલોમીટર લાંબો છે. હાઈવે પર એવી ઘણી જગ્યા છે જ્યાં એકલા પગપાળા ચાલવું અથવા ગાડી ચલાવવાની પણ મનાય છે. ઘણા બધા લોકો એક સાથે હોય ત્યારે જ અહીંથી પસાર થઈ શકાય છે. તેની પાછળનું કારણ છે કે અહીં ચારે તરફ બરફ પથરાયેલો હોવાને કારણે ખોવાઈ જવાનો ખતરો હંમેશા રહે છે.
ઉત્તર ધ્રુવ પાસે હોવાને કારણે અહીંયા ઠંડીની ઋતુમાં રાત પૂરી થવાનું નામ જ લેતી નથી અને ગરમીની ઋતુમાં સૂરજ ડૂબતો નથી. ક્યારેક ક્યારેક તો અહીંયા લગભગ ૬ મહિના સુધી સુરજ જોવા મળતો નથી. ઠંડી ઋતુમાં અહીં તાપમાન માઇનસ ૪૩ ડિગ્રી થી માઇનસ ૨૬ ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહે છે. જ્યારે ગરમીના વાતાવરણમાં અહીંનું તાપમાન સરેરાશ ઝીરો ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહે છે.
તમને જાણીને આશ્ચર્ય થશે કે આટલી ભયંકર ઠંડી પડતી હોવા છતાં પણ લોકો અહીં રહે છે. પહેલા અહીં ફક્ત માછલીઓનો વેપાર થતો હતો. ૧૯૩૦ થી આ જગ્યાનો વિકાસ થવાનો શરૂ થયો. અંદાજે ૪ વર્ષ બાદ એટલે કે ૧૯૩૪માં અહિયાં આ લોકોએ મળીને નિર્ણય કર્યો કે અહીંયા પ્રવાસીઓનું પણ સ્વાગત કરવામાં આવશે. જેથી તેમને કમાણી માટેનો એક અલગ સ્ત્રોત મળી શકે.
હવે દુનિયાભરમાંથી લોકો ઉત્તર ધ્રુવ પર માટે આવે છે. અહીંયા તેમને એક અલગ દુનિયામાં હોવાનો અહેસાસ થાય છે. અહીંયા ડૂબતો સૂરજ અને કોલર લાઇટ્સનો નજારો અદભૂત હોય છે. વાદળી આકાશમાં ક્યારેક લીલો તો ક્યારેક ગુલાબી પ્રકાશ જોવા મળે છે. પોલાર લાઇટ્સને “અરોરા” પણ કહે છે. તે રાતના સમયે જોવા મળે છે, જ્યારે આકાશમાં એકદમ અંધારું છવાયેલું હોય.