શાઓમી કંપની આપી રહી છે Mi નો સ્ટોર ફ્રી માં ખોલવાની તક, કોઈપણ શરત વગર સ્ટોર ખોલી શકાશે

ચીનની એપ્પલ ગણાતી મોબાઈલ નિર્માતા કંપની શાઓમી (એમ. આઈ.) ભારતમાં ૫૦૦૦ એમ. આઈ. સ્ટોર ખોલવા માંગે છે. આ સ્ટોર નાના શહેરોથી લઈને મોટા શહેરમાં ખોલશે. જો તમે પણ કંપની સાથે જોડાઈને સ્ટોર ખોલવા માંગો છો તો તમારે કંપનીની ફ્રેચાઇઝી માટે અપ્લાય કરવું પડશે. તમને જણાવી દઈએ કે તમારે કંપની સાથે જોડાવા માટે કોઈપણ પ્રકારનો ચાર્જ આપવાનો નથી. મતલબ કે તમે એમ.આઈ.ની ફ્રેચાઇઝી એકદમ મફતમાં લઈ શકો છો.

એમ.આઈ. નો સ્ટોર ખોલવા માટે જે પણ ખર્ચ થશે એ બધો ખર્ચ કંપની જ કરશે. મતલબ દુનિયામાં સૌથી મોબાઈલ વેચાણ ધરાવતી કંપની સાથે તમારો પોતાનો બિઝનેસ એકદમ મફતમાં કરી શકશો. તો ચાલો જાણીએ કે તમને ઈનકમ કેટલી થશે અને તમે એપ્પલાય કરી રીતે કરી શકશો. સૌથી પહેલા તો આપણે એ જાણીએ કે એમ આઈ શા માટે ભારતમાં સ્ટોર ખોલવા માંગે છે. એમ.આઈ. એ ભારતમાં સારી એવી ચાહના મેળવી છે.

ભારતના લગભગ બધા જ ઘરમાં એમ આઈ નો એક મોબાઈલ તો જોવા મળે જ છે. પણ શું તમે જાણો છો મોબાઈલ સિવાય પણ કંપની બીજા ઘણા પ્રોડક્ટ્સ વેચી રહી છે. જેમ કે પાવર બેંક, ચાર્જર, ટીવી જેવી બીજી ઘણી બધી ઈલે્ટ્રોનિક આઇટમ કંપની વેચી રહી છે. જેથી કંપની આ બધી પ્રોડક્ટને ઓફ્લાઈન માર્કેટ દ્વારા લોકો સુધી પહોંચાડવા માંગે છે. સ્ટોર નો ખર્ચો એમ આઈ પોતે કરશે.

કંપનીનું કહેવું છે કે જો તે ભારતમાં પોતાના ૫૦૦૦ સ્ટોર ખોલશે તો ૧૫,૦૦૦ લોકોને રોજગારી મળી રહેશે.  સ્ટોર ખોલ્યા બાદ તમને ઈનકમ કેટલી થશે? એમ. આઈ. દુનિયામાં એક મોટું નામ મેળવી ચુકી છે. જેના લીધે હવે લોકો આંખ બંધ કરીને એમ આઇની પ્રોડક્ટ્સ વાપરતા થઈ ગયા છે. જેનું કારણ છે કે કંપની બીજા કરતા ઘણી સારી અને સસ્તી પ્રોડક્ટ્સ આપે છે. વાત કરીએ તમારી ઈનકમ વિશે તો તમારો સ્ટોર કંઈ જગ્યાએ છે તેના પર તમારી ઈનકમ આધાર રાખે છે. તો પણ એવરેજ તમે એમ.આઈ. ના સ્ટોરમાં મહિને ૩૦ થી ૪૦ હજાર કમાઈ શકો છો.

સ્ટોર ખોલવા માટે શું શું જરૂરી છે? સ્ટોર ખોલવા માટે તો સૌથી પહેલા તમારી પાસે એક સ્ટોર ટાઇપ એક શોપ હોવી જરૂરી છે. જો તમારી પાસે શોપ નથી તો તમે ભાડા પર લઈ શકો છો પણ હા તમે જે શોપ ભાડે લેશો તેનું ભાડું કંપની નહિ આપે. બીજી વાત કે તમે જે વિસ્તારમાં એમ આઈ નો સ્ટોર ખોલવા માંગો છો તેના ૧૦ કિમી ની આસપાસ એમ.આઈ નો બીજો કોઈપણ સ્ટોર ના હોવો જોઈએ.

તમે જે વિસ્તારમાં સ્ટોર ખોલો છો ત્યાં પબ્લિક સારી એવી હોવી જોઈએ મતલબ કે પબ્લિક ની આવન જાવન સારી હોવી જોઈએ. સ્ટોર માટે કંઈ રીતે એપ્લાઈ કરશો ? એમ.આઈ. સ્ટોર માટે એપ્લાઇ કરવા માટે એમ.આઇની પોતાની વેબસાઇટ પર જવું પડશે. જ્યાં તમને ઇવેન્ટ નું ઓપ્શન મળશે. જેમાં સ્ટોર માટેનું ફોર્મ આપેલું હશે. જે ફોર્મ ભરી તમે પણ એમ.આઈ. ના સ્ટોર ના માલિક બની શકો છો.