યામી ગૌતમની સુંદરતાને પણ ભુલી જશો, બસ એક વખત તેની બહેનની તસ્વીરો જોઈ લો

બોલીવુડમાં એક્ટ્રેસની ભરમાર રહેલી છે. દેશના ખુણાથી અભિનેત્રીઓ બોલીવુડમાં આવી રહી છે, પરંતુ નેચરલ બ્યુટી ખુબ જ ઓછી અભિનેત્રીઓમાં જોવા મળે છે. દેશભરમાં મશહુર છે કે પહાડી વિસ્તાર થી આવનારી યુવતીઓ ખુબ જ સુંદર હોય છે. આવું જ કંઇક આપણી અભિનેત્રીઓમાં પણ જોવા મળે છે. પહાડી વિસ્તાર થી આવેલી અભિનેત્રીઓ ફક્ત સુંદર નથી હોતી, પરંતુ પોતાના અભિનયમાં પણ સૌથી આગળ હોય છે. બોલીવુડમાં કંગના રનૌત, પ્રીતિ ઝિન્ટા, યામી ગૌતમ, સેલિના જેટલી વગેરે એક્ટ્રેસ પહાડી વિસ્તારો માંથી આવે છે. વળી ટીવીમાં પણ ઘણા મોટા ચહેરા છે, જે પહાડોની સુંદરતા માંથી આવેલા છે. હાલમાં જ બિગ બોસ જીતવા વાળી રૂબીના દિલેક પણ તેમાં સામેલ છે.

આજે અમે બોલીવુડની સુંદર અભિનેત્રી યામી ગૌતમ વિશે વાત કરવાના છીએ. યામી ગૌતમે શુક્રવારનાં રોજ પોતાના લગ્નને લઈને પોતાના ફેન્સને ચોંકાવી દીધા હતા. તેણે ઉરી ફિલ્મનાં ડાયરેક્ટર આદિત્ય ધર સાથે લગ્ન કરેલા છે. તેણે પોતાના સોશિયલ મીડિયાથી પોતાના લગ્નની તસ્વીરોને ભરી દીધી હતી. દુલ્હન બનેલી યામી ને દરેક લોકો જોતા રહી ગયા હતા. તેની સાથે તેની તસ્વીરો માં વધુ એક ચહેરો જોવા મળી રહ્યો હતો, જેના ઉપરથી લોકોની નજર હતી રહી ન હતી. અમે વાત કરી રહ્યા છીએ યામી ગૌતમની બહેન ગૌતમ વિશે ગૌતમ પણ પોતાની બહેનના લગ્નમાં ખુબ જ ક્લાસિક લુક અને સ્ટાઇલમાં નજર આવી રહી હતી.

યામી ગૌતમની બહેન લગ્નમાં ગુલાબી રંગનાં લહેંગમાં બધાને પોતાની તરફ આકર્ષિત કરી રહી હતી. તેણે આ લુકને ગોલ્ડન જ્વેલરી અને મોટી નોઝ રિંગની સાથે પહેરેલી હતી. સુરીલી નો પહેરવેશ પહાડી સંસ્કૃતિ સાથે અનુરૂપ હતો. પોતાના બહેનના લગ્નનાં રીતિ રિવાજો માં તેણે વાદળી રંગનો ડ્રેસ પહેરી રાખ્યો હતો. વળી આ લગ્નનાં ફંક્શનમાં પોતાની દુલ્હન બનેલી બહેન યામી થી તે જરા પણ ઓછી દેખાતી ન હતી.

તે સિવાય સુરીલી એ મહેંદી ફંકશનમાં પણ સુંદર લુક થી બધાને દિવાના બનાવ્યા હતા. તેણે ગોલ્ડન વર્ક વાળો લાલ સલવાર સુટ પહેર્યો હતો. તેણે પોતાના આ લુકને શાનદાર બનાવવા માટે જ્વેલરીની સાથે વાળ ખુલ્લા રાખેલા હતા. તમને જણાવી દઈએ કે સુરેલી ગૌતમ પણ ફક્ત ૧૭ વર્ષની ઉંમરમાં યામી ગૌતમ સાથે મુંબઈમાં રહેવા આવી ગઈ હતી. વળી અમુક ટીવી શો માં નજર આવી ચુકી છે. તે ટીવી શો “મીત મિલા દે રબ્બા” નો હિસ્સો રહી ચૂકી છે. ત્યારબાદ યામી ગૌતમને સાઉથ ફિલ્મો તરફ પ્રયાણ કર્યું. વળી તેની બહેન સુરીલી કોલેજમાં ભાગ લેવા માટે ચંડીગઢ પરત ફરી ગઈ હતી. સુરીલી અત્યાર સુધીમાં ફક્ત એક ટેલિવિઝન સિરીઝ માં જોવા મળી છે.

યામી ગૌતમનાં કામની વાત કરવામાં આવે તો તેણે વિકી ડોનર, કાબીલ, ઉરી: ધ સર્જીકલ સ્ટ્રાઈક અને બાલા જેવી ફિલ્મોમાં પોતાના અભિનયથી બોલીવુડમાં ખાસ ઓળખ બનાવેલી છે. વળી સુરીલીએ પંજાબી ફિલ્મ ઇન્ડસ્ટ્રી તરફ પ્રયાણ કર્યું હતું અને તે વર્ષ ૨૦૧૨માં ફિલ્મ “પાવર કટ” માં નજર આવી હતી. ખુબ જ જલદી તેની બીજી ફિલ્મ “પોસ્ટી” રિલીઝ થવાની છે.