હાલમાં જ યુટ્યુબર અરમાન મલિકે ૨૧ ફેબ્રુઆરી, ૨૦૨૩નાં રોજ પોતાની બંને પત્નીઓ કૃતિકા મલિક અને પાયલ મલિક માટે એક ગ્રાન્ડ “બેબી શાવર સેરેમની” હોસ્ટ કરેલી હતી. આ કાર્યક્રમ ત્રણ દિવસ સુધી ચાલ્યો હતો, જેમાં કૃતિકા અને પાયલે કિયારા આડવાણી નાં લગ્ન ના દિવસથી પ્રેરિત લુક અપનાવેલ હતો. જણાવી દઈએ કે અરમાન મલિક અવારનવાર ચર્ચામાં રહે છે. કારણ કે તેની બે પત્નીઓ છે અને તેનાથી પણ વધારે આશ્ચર્યની વાત એ છે કે તેની બંને પત્નીઓ એક સાથે પ્રેગ્નન્ટ થઈ ગઈ છે. તેવામાં અરમાને પોતાની બંને પ્રેગ્નન્ટ પત્નીઓ માટે ખાસ “શ્રીમંત વિધિ” નું આયોજન કરેલું હતું, જેની તસ્વીરો સોશિયલ મીડિયા ઉપર ખુબ જ વાયરલ થઈ રહી છે.
સમારોહનાં છેલ્લા દિવસે અરમાનની પહેલી પત્ની પાયલ મલીકે ગુલાબી રંગનો લહેંગો પહેરેલો હતો, જેની સાથે જ તેને કિયારા આડવાણી નાં લગ્નની પ્રેરિત થઈને જ્વેલરી પહેરેલી હતી.
વળી બીજી તરફ અરમાનની બીજી પત્ની કૃતિકાએ પણ ગુલાબી રંગનો લહેંગો પહેરી રાખ્યો હતો અને જ્વેલરી પણ તેણે એક સરખી પહેરેલી હતી. તે સિવાય અરમાન મલિકે પિંક કલરનો કુર્તો પહેરેલો હતો અને તેમનો દીકરો ચિરાયો પણ પોતાના પિતા સાથે જોડાઈ ગયો હતો.
અરમાન મલિકે બે શ્રીમંત નાં ફંકશન હોસ્ટ કર્યા હતા, જેમાં તેણે પોતાના પરિવારના બધા સદસ્યોને આમંત્રિત કર્યા હતા. પહેલા ફંકશનમાં પાયલ અને કૃતિકા ગુલાબી રંગનાં લહેંગામાં નજર આવી હતી અને મેચિંગ નેકપીસની સાથે પોતાના લુકને સ્ટાઈલ કરેલ.
કૃતિકા મલિકે સોશિયલ મીડિયા પર અમુક વધુ તસ્વીરો શેર કરેલી છે, જેમાં અરમાન બેબી બમ્પ ને કિસ કરતો નજર આવી રહેલ છે. તે સિવાય અરમાન શ્રીમંતમાં દિલ ખોલીને નાચતો પણ જોવા મળી રહે છે. આ કાર્યક્રમ તેમના ઘરની છત ઉપર આયોજિત કરવામાં આવેલ.
કૃતિકા એ પોતાના શ્રીમંત સમારોહની વધુ તસ્વીરો શેર કરેલી છે, જેમાં પાયલ અને કૃતિકા મેચિંગ આઉટફીટમાં નજર આવી રહી છે. જેમાં કૃતિકા અને પાયલ ગ્રીન લહેંગામાં ટ્વિનિંગ કરી રહી છે. તેની સાથોસાથ તેમણે પોતાના લુકને ફ્લોરલ જ્વેલરીથી એક્સરસાઇઝ કરેલ છે. તે સિવાય પાયલ નો દીકરો ચિરાયું પણ લીલા રંગના ટીશર્ટમાં નજર આવ્યો હતો.
યુટ્યુબર પાયલ મલિક અને કૃતિકા મલિક માટે અરમાન મલિકે એક શાનદાર શ્રીમંત નું આયોજન કરેલ હતું. શ્રીમંતના ફંકશનને લઈને અરમાન મલિક પાયલ મલિક અને કૃતિકા મલિક ની તસ્વીરો સોશિયલ મીડિયા પર છવાયેલી છે. અરમાન મલિક પાયલ મલિક અને કૃતિકા મલિકે પોતાના ઇન્સ્ટાગ્રામ પર શ્રીમંત વિધિની ઘણી તસ્વીરો અને વીડિયો શેર કરેલા છે. પાયલ મલિક અને કૃતિકા મલિક શ્રીમંત માં દુલ્હનની જેમ તૈયાર થયેલી જોવા મળી રહી છે. આ શ્રીમંત ફંકશન ત્રણ દિવસ સુધી ચાલ્યું હતું, જેમાં મહેંદી સહિત ઘણા ફંકશનનું આયોજન થયેલું હતું.