યુવકનાં હાથમાંથી મોબાઈલ લઈને ઊડી ગયો પોપટ અને આકાશ માંથી કર્યું વિડીયો રેકોર્ડીંગ, ૯૦ સેકન્ડનાં વિડીયોએ ઇન્ટરનેટ પર મચાવી છે ધુમ

Posted by

હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો ખુબ જ ઝડપથી છવાઈ ગયેલો છે. આ વીડિયો એક એવા પોપટનો છે જે એક યુવકના હાથમાંથી મોબાઇલ લઈને ઊડી જાય છે. મોબાઈલનો કેમેરો ચાલુ હોય છે, જેથી જ્યારે પોપટ આકાશમાં ઉડાન ભરે છે તો એક જ શ્રેષ્ઠ વિડીયો પણ તૈયાર થઈ જાય છે. આ વીડિયોમાં નજર આવી રહ્યું છે કે એક પોપટ યુવકનો મોબાઈલ ફોન લઈને ઊડી જાય છે. આ યુવક પોપટ પાછળ ભાગે છે, પરંતુ ત્યાં સુધીમાં તો તે તેની પકડથી દુર નીકળી જાય છે. આ મોબાઈલ ફોન નો કેમેરો ચાલુ હોય છે. મોબાઇલ લઇને પોપટ એક લાંબી ટ્રીપ પર નીકળી જાય છે અને તેના દ્વારા બનાવવામાં આવેલો વિડિયો લોકોને ખુબ જ પસંદ આવી રહ્યો છે.

ટ્વીટર પર પોપટનો આ વિડીયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં ૧૦ લાખથી વધારે વ્યુઝ મળી ચુક્યા છે. જ્યારે ૩૦ હજારથી વધારે લાઇક મળેલા છે. આ વીડિયોને જોયા બાદ ટ્વિટર પર ઘણા લોકો અલગ-અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. એક યુઝરે મજાક નાં અંદાજ માં લખ્યું હતું કે, “આ પોપટ એક ફિલ્મ મેકર બની શકે છે. ખુબ જ ટેલેન્ટેડ છે.” જોકે અમુક લોકો એવો પણ વિચારી રહ્યા હતા કે આ વીડિયોને એડિટ કરવામાં આવેલ છે.

અન્ય એક યુઝરે પોતાની પ્રતિક્રિયા આપી ને લખ્યું હતું કે, “આ વિડીયોનાં સૌથી સારા ભાગ વિશે જાણી શકાયું નહીં કે યુવકને કેવી રીતે પોતાનો ફોન પરત મળ્યો.” અન્ય એક યુઝરે તેના પર પોતાની પ્રતિક્રિયા આપી ને લખ્યું હતું કે, “ડ્રોન ની જરૂરિયાત કોને છે, જ્યારે આપણી પાસે ઇકોફ્રેન્ડલી પોપટ છે.” અન્ય એક યુઝર દ્વારા લખવામાં આવ્યું હતું કે, “તે આટલી સરળતાથી આટલી જમીન અને કવર કરી શકે છે. આપણે પણ પંખ ની જરૂરિયાત છે.”

વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ પોપટ પાછળ ભાગી રહેલ છે, જે પોતાના પંજામાં તેનો મોબાઇલ લઈને ઊડી જાય છે. જેમ વિડીયો આગળ વધે છે પક્ષી લગભગ એક મિનિટ સુધી સમગ્ર વિસ્તારનું મનોરમ દ્રશ્ય મોબાઇલના કેમેરામાં કેદ કરે છે. ઘર, છત અને સડક સહિત બધું જ મોબાઇલમાં કેદ થઇ જાય છે. ત્યારબાદ એક બાલ્કની ની રેલિંગ ઉપર પોપટ થોડો સમય માટે રોકાઈ છે. પરંતુ લોકોના બોલાવવાનો અવાજ સાંભળીને તે ફરીથી ઉડી જાય છે. વિડીયો એક કાર ઉપર બેસેલા પોપટ ની સાથે ખતમ થઇ જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *