સબ ટીવી પર આવતા લોકપ્રિય અને સૌથી સફળ કોમેડી શો “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” નું નામ સુવર્ણ અક્ષરોમાં લખવામાં આવેલ છે. આ ધારાવાહિ છેલ્લા ૧૫ વર્ષથી દેશ અને દુનિયાનો મનોરંજન કરી રહેલ છે અને તેણે પોતાના નામે ખાસ રેકોર્ડ બનાવી રાખેલ છે. આ શો દરેક લોકોને ખુબ જ પસંદ આવે છે. તેના કિરદારો પણ દર્શકોના દિલમાં પોતાની ઓળખ બનાવી ચુકેલ છે. આજે અમે તમને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા નાં કલાકારોના બાળપણ અને યુવાનીના દિવસોની તસ્વીરો બતાવવા જઈ રહ્યા છીએ.
શો માં દયાબેન નું કીરદાર અભિનેત્રી દિશા વાકાણી નિભાવતા હતા. તેઓ વર્ષ ૨૦૧૭માં આ શો છોડી ચુકેલ છે અને તેમના પરત આવવાની કોઈ પણ સંભાવના નજર આવતી નથી. તેમના કિરદારને ઘર ઘર માં ખુબ જ ખાસ અને મોટી ઓળખ મળેલી છે. બાળપણમાં દિશા ખુબ જ ક્યુટ હોવાની સાથો સાથ સુંદર પણ હતા.
જેઠાલાલ ગડા એટલે કે દિલીપ જોશીને આજે દરેક લોકો ઓળખે છે. તેઓ બોલીવુડની ઘણી ફિલ્મોમાં પણ કામ કરી ચુકેલા છે. જેઠાલાલ ગડા પોતાની એક્ટિંગ થી દરેક લોકોનું દિલ જીતી લીધું છે. જણાવી દઈએ કે આ તસ્વીર દિલીપ જોશીના યુવાનીનાં દિવસોની છે. તેને થોડા દિવસો પહેલા જ તેમણે પોતે સોશિયલ મીડિયા પર શેર કરેલ હતી.
શો માં રોશન ભાભી નાં કિરદારથી જેનિફર મિસ્ત્રી બંસીવાલે દર્શકોની વચ્ચે પોતાની ખાસ ઓળખ બનાવી લીધી છે. થોડા સમય પહેલા જેનીફરે પોતાની આ તસ્વીર સોશિયલ મીડિયા ઉપર શેર કરેલી હતી. તેને જોઈને તે કહેવું બિલકુલ પણ અયોગ્ય નહીં હોય કે તેમને હંમેશાથી ગ્લેમર સાથે ખુબ જ એટેચમેન્ટ રહેલ છે.
શો માં હવે ડોક્ટર હાથીના રોલમાં અભિનેતા નિર્મલ સોની નજર આવે છે. ડોક્ટર હાથી નો હસતો ચહેરો દરેક લોકોના ચહેરા ઉપર ચમક લાવી દેતો હોય છે. તસ્વીર જોઈને કહી શકાય છે કે નિર્મલ સોની યુવાનીમાં ખુબ જ હેન્ડસમ દેખાતા હતા.
હવે વાત કરવામાં આવે ડોક્ટર હાથી ની પત્ની એટલે કે અભિનેત્રી કોમલ હાથીની કોમલ હાથીના કિરદારમાં આપણને અંબિકા રજંકર જોવા મળે છે. પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર તેમણે પોતાના કોલેજના દિવસનો એક ફોટો શેર કરેલો હતો.
બબીતા ઐય્યર નો રોલ મુનમુન દત્તા નિભાવી રહી છે અને તેઓ આ શો ની સૌથી સુંદર તથા ચર્ચિત અભિનેત્રી છે. આ ફોટો બબીતાના બાળપણ નો ફોટો છે, જેમાં તે ખુબ જ ક્યુટ દેખાઈ રહી છે.
માધવી ભીડે એટલે કે સોનાલીકા જોશી નો બાળપણ નો ફોટો પણ વાયરલ થયેલો છે. થોડા દિવસો પહેલા અભિનેત્રીએ પોતાના બાળપણનો એક ખુબ જ સુંદર ફોટો શેર કરેલો હતો, જેને તેમના તમામ દ્વારા ખુબ જ પસંદ કરવામાં આવેલ હતો.
આત્મારામ તુકારામ ભીડે નું કિરદાર મંદાર ચંદવાડકર નિભાવી રહ્યા છે. ૪૬ વર્ષના મંદાર નો આ યુવાનીના દિવસો નો ફોટો છે. તેઓ યુવાનીના દિવસોમાં ખુબ જ હેન્ડસમ દેખાતા હતા.
શો માં તારક મહેતાનું મુખ્ય કિરદાર અભિનેતા શૈલેષ લોઢા નિભાવી રહ્યા હતા. તેમણે થોડા સમય પહેલા જ આ શો છોડી દીધો હતો. તેમને જેઠાલાલના બેસ્ટ ફ્રેન્ડ માનવામાં આવે છે. આ તસ્વીર શૈલેષ લોઢાના યુવાનીના દિવસોની છે. આ તસ્વીરને જોઈને તમે બિલકુલ પણ કહી શકશો નહીં કે આ શૈલેષ લોઢા જ છે.