યુવતીઓ પાસે આ કોન્ટ્રાક્ટ સાઇન કરાવતા હતા રાજ કુન્દ્રા, તેમાં લખી છે એવી-એવી વાત કે વાંચીને ચોંકી જશો

Posted by

રાજ કુંદ્રાનાં કેસમાં અવારનવાર દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે અને રાજ કુંદ્રા વિરુદ્ધ પોલીસને સાબિતી પણ મળી રહી છે. પોલીસને હવે તે કોન્ટ્રાક્ટ ની કોપી મળી છે, જે રાજ કુન્દ્રાને કંપની દ્વારા યુવતીઓ પાસે સાઈન કરવામાં આવતી હતી. આ કોન્ટ્રાક્ટ વિડીયો શુટીંગ પહેલા કરાવવામાં આવતા હતા અને તેમાં ઘણા પ્રકારની શરત પણ રાખવામાં આવતી હતી, જેનું પાલન દરેક યુવતીએ કરવાનું હોય છે.

પોલીસને પ્રાપ્ત થયેલ કોન્ટ્રાક્ટની આ કોપીમાં ગ્લેમરસ સીન આપવાની વાત કરવામાં આવી છે. પુનમ પાંડે પણ આ પહેલાં કોન્ટ્રાક્ટનો ઉલ્લેખ કરી ચુકી છે. આ એગ્રીમેન્ટમાં લખવામાં આવ્યું છે કે, “મને તે વાતની ખુશી છે કે તમે મને ફલીજ મુવી બેનર હેઠળ બની રહેલી વેબ સીરીઝ જે દુનિયાના એક મોટા ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થવાની છે, તેના માટે ૧૦ હજાર રૃપિયાનાં પેકેજ પર આર્ટિસ્ટ તરીકે સાઇન કરેલ છે. ડિસ્કશન અનુસાર તેનું શુટિંગ …. તારીખ નાં રોજ થશે. આ ફિલ્મ માટે અંતરંગ અને કા-મુક દ્રશ્ય, કિસ કરવી, કમરથી ઉપરનો હિસ્સો ખુલ્લો રાખવાની સહમતી આપવાની ઘોષણા કરું છું.

આગળ લખવામાં આવ્યું છે કે, “હું સહમતી આપું છું કે હું આ સીન પોતાની મરજીથી આપી રહી છું. પ્રોડક્શન હાઉસના દબાણમાં આવીને નથી કરી રહી. હું સ્પષ્ટ કરું છું કે પ્રોડક્શન હાઉસ મારા સીન કોઈપણ ફિલ્મ, વેબસાઈટ અથવા ઓટીટી પર ઉપયોગ કરે તો તેમાં મને કોઈ વાંધો નથી. હું તેની વિરુદ્ધ કોઈ પણ જાતની ફરિયાદ કરીશ નહીં. ધન્યવાદ.”

આ કોન્ટ્રાક્ટમાં કોઈ ફિલ્મના નામ અથવા પ્રોડક્શન કંપનીનાં રજીસ્ટ્રેશન નંબરનો ઉલ્લેખ નથી. ફક્ત જે રકમ યુવતીઓને આપવામાં આવી છે તે લખવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર આ કોન્ટ્રાક્ટ સાઇન કર્યા બાદ જે યુવતીઓ શરતમાં વાતથી ઇનકાર કરી દેતી હતી તે યુવતીઓને આ લોકો ધમકાવતા હતા અને કહેતા હતા કે જો તમે આ વિડીયો શુટીંગ નહીં કરો, તો શુટિંગની તૈયારી માં થયેલ તમામ ખર્ચ તમારે ઉઠાવવાનો રહેશે.

પુનમ પાંડેએ પણ રાજ કુંદ્રા પર ધમકાવવાનો આરોપ લગાવ્યો હતો. એક વીડિયો પોસ્ટ કરીને પુનમ પાંડેએ કહ્યું હતું, “કે જ્યારે મે કોન્ટ્રાક્ટ કરવા માટે ઇનકાર કરી દીધો હતો મને ધામકાવવામાં આવી હતી. મને એવું કહેવામાં આવ્યું હતું કે મારે તેમનો નવો કોન્ટ્રાક્ટ સાઇન કરવા પડશે. તેઓ જે રીતે કહેશે તે રીતે મારે શુટિંગ કરવુ પડશે. જ્યારે મે મનાઈ કરે તો તેમણે મારો ફોન નંબર એક મેસેજ ની સાથે લીક કર્યો હતો. જેમાં લખ્યું હતું કે ‘કોલ મી નાવ, આઈ વીલ સ્ટ્રીપ ફોર યુ’. ત્યારબાદ મને દુનિયાભરથી કોલ આવવા લાગ્યા હતા અને મને પરેશાન કરવામાં આવતી હતી. મને યાદ છે કે હું તે સમયે છુપાઈને રહેતી હતી. મને ડર હતો કે મારી સાથે કંઇક થાય નહીં.”

આ રીતે ચાલતો હતો ધંધો

વિડીયો શુટ કરાવ્યા બાદ રાજ કુન્દ્રાને કંપની આ વીડિયોને યુકે મોકલતી હતી. જ્યાંથી તેને એપ પર અપલોડ કરવામાં આવતા હતા. એપ પર રહેલા કન્ટેન્ટને જોવા માટે દર્શકોએ સબ્સ્ક્રિપ્શન લેવું પડતું હતું, જે ૨૦૦ રૂપિયાનું હતું. એપ પર અપલોડ કરવામાં આવેલ વિડીયોથી તેમને ૨-૩ લાખ રૂપિયાની કમાણી થતી હતી. જ્યારે યુવતીઓને ફક્ત ૧૦ હજાર રૂપિયા આપવામાં આવતા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *