ઝાડાની સમસ્યાથી પરેશાન થયેલ ટ્રાફિક કોન્સ્ટેબલ ડોક્ટર પાસે જાય છે, દવા લેતી વખતે ટ્રાફિક કોન્સ્ટેબલે ડોક્ટરને પૂછ્યું : કંઈ પરેજી રાખવા જેવું છે? પછી ડોક્ટરે જે કહ્યું તે સાંભળીને ખડખડાટ હસી પડશો

Posted by

જોક્સ-૧

Advertisement

પતિ અને પત્ની વચ્ચે ઝગડો થયો.

પતિ- બસ હવે એક શબ્દ ના બોલતી. નહીં તો મારી અંદરનો

જાનવર બહાર આવી જશે.

પત્ની- જા જા હવે, આવવા દે જાનવરને બહાર,

ઉંદરડાથી કોણ ડરે છે!!

જોક્સ-૨

સોનુ તેના મિત્ર મિન્ટુને જ્ઞાન વહેંચી રહ્યો હતો,

જો પરીક્ષામાં પેપર ખૂબ જ અઘરું હોય તો આંખો બંધ કરવી,

ઊંડો શ્વાસ લેવો અને મોટેથી બોલવાનું :

આ વિષય ખૂબ જ મજાનો છે એટલા માટે આવતા વર્ષે ફરીથી ભણીશ.

જોક્સ-૩

સ્કૂલમાં એક બાળકના એડમિશન

માટે ઇન્ટરવ્યૂ ચાલતો હતો.

શિક્ષક  : બેટા, તારા પપ્પા શું કરે છે??

બાળક : મમ્મી જે કહે તે!!!

જોક્સ-૪

શ્રીમંત માણસ : મારી પાસે કાર છે, બંગલો છે, નોકર છે, ફાર્મહાઉસ છે, તમારી પાસે શું છે?

બિચારો ગરીબ માણસ : મારી પાસે એક દીકરો છે. જેની ગર્લફ્રેન્ડ તમારી એકની એક દીકરી છે.

જોક્સ-૫

ઝાડાની સમસ્યાથી પરેશાન થયેલ ટ્રાફિક કોન્સ્ટેબલ ડોક્ટર પાસે જાય છે.

દવા લેતી વખતે ટ્રાફિક કોન્સ્ટેબલે ડોક્ટરને પૂછ્યું : કંઈ પરેજી જેવું છે?

ડોક્ટરે કહ્યું : જોરથી સીટી ના વગાડતા બસ.

જોક્સ-૬

એક પત્રકાર પ્રેમ વિષે લોકોના ઈન્ટરવ્યું લઇ રહ્યો હતો,

તેને રસ્તામાં એક ૮૦ વર્ષના દાદા મળ્યા જે પોતાની પત્ની ડાર્લિંગ કહીને બોલાવી રહ્યા હતા.

પત્રકાર : ૮૦ વર્ષની ઉંમરે પણ તમે તમારી પત્નીને ડાર્લિંગ કહો છો,

આ પ્રેમનું રહસ્ય શું છે?

વૃદ્ધ માણસ : દીકરા ૨૦ વર્ષ પહેલા તેનું નામ ભૂલી ગયો હતો,

તેને પૂછવાની હિંમત ના કરી શક્યો, તેથી જ ડાર્લિંગ કહું છું.

જોક્સ-૭

ટ્રેનમાં લખવામાં આવ્યું હતું કે, “ટિકિટ વિના મુસાફરી કરનારા પ્રવાસીઓ હોશિયાર!”

ચિન્ટુ પણ એ જ ટ્રેનમાં જઈ રહ્યો હતો.

તેણે આ લાઈન વાંચી અને કહ્યું :

વાહ, જેઓ ટિકિટ નથી ખરીદતા તેઓ હોશિયાર છે.

આપણે ખરીદી રાખી છે, તો શું આપણે મૂર્ખ છીએ?

(ના ખબર પડે તો બીજીવાર વાંચો)

જોક્સ-૮

રોહન : શું થયું તું ઉદાસ કેમ બેઠો છે?

મોહન : એક ન્યૂઝ ચેનલની સુંદર એન્કરે ગઈકાલે કહ્યું,

ચાલો તમને ગોવા લઈ જઈએ.

ત્યારથી હું તૈયાર થઈને બેઠો છું, પણ તે મને લેવા આવી નથી.

જોક્સ-૯

સોનુએ એરટેલની ઓફિસે ફોન કર્યો.

સોનુ : મારા ફોનનું બિલ બહુ વધારે આવ્યું છે,

મેં એટલી બધી વાત પણ નથી કરી.

મોનુ (એરટેલ તરફથી) : સારું, તમારો પ્લાન શું છે?

સોનુ : હું અત્યારે માર્કેટમાં આવ્યો છું,

હું સાંજે ઈંગ્લીશ પીશ અને પાર્ટી કરીશ. તમારો પ્લાન કહો.

Advertisement

Leave a Reply

Your email address will not be published.