ઝડપથી ઉતરી જશે ૧૫ કિલો વજન, બાબા રામદેવે ૧ મહિનામાં જ વજન ઘટાડવાનો અકસીર ઉપાય જણાવેલ છે

Posted by

વર્તમાન સમયમાં વધતું વજન એક મોટી સમસ્યા બની ગયેલ છે. વધતું વજન કોઈપણ વ્યક્તિને પરેશાન કરી શકે છે. સ્થુળતાને લીધે ડાયાબિટીસ શ્વાસ સાથે સંબંધિત પરેશાની, હૃદય સાથે જોડાયેલી સમસ્યાઓ, સહિત અન્ય ઘણા ગંભીર પ્રકારની બીમારીઓ થવાનો પણ ખતરો વધી જાય છે. એ જ કારણ છે કે લોકો પોતાનું વજન ઓછું કરવા માટે દરેક સંભવ પ્રયાસ કરતા હોય છે.

ખરાબ ખાણીપીણી, જંકફુડનું વધારે સેવન, આળસ, અવ્યવસ્થિત જીવનશૈલી અને કોઈ ફિઝિકલ એક્ટિવિટી ન કરવાની લીધે લોકો સ્થુળતાનો શિકાર બની જતા હોય છે. સ્થુળતાને લીધે જ કેન્સર થવાનો પણ ખતરો વધી જાય છે. યોગ ગુરૂ સ્વામી રામદેવના જણાવ્યા અનુસાર વજન ઓછું કરવા માટે યોગમાં ઘણા આસન જણાવવામાં આવેલ છે. આ આસન ખુબ જ સરળ પણ છે. તો ચાલો આજે અમે તમને વજન ઘટાડવા માટેના અમુક સરળ આસન જણાવીએ, જેની મદદથી તમે ખુબ જ જલ્દી પોતાનું વજન ઓછું કરી શકો છો.

ભસ્ત્રિકા પ્રાણાયામ

આ પ્રાણાયામ કરવા માટે તમારે પદ્માસનની મુદ્રામાં બેસી જવું અને ત્યારબાદ પોતાના હાથને પોતાના ઉપર રાખો, જેના લીધે હથેળી ઉપર તરફ હોય. ત્યારબાદ ધીરે ધીરે સામાન્ય સ્થિતિમાં શ્વાસ લેવો. રિલેક્સ થયા બાદ પોતાની પુરી તાકાતની સાથે શ્વાસને પોતાની અંદર ખેંચો અને જ્યારે ફેફસાં ઓક્સિજનથી ભરાઈ જાય તો ફરીથી જોરથી શ્વાસ છોડો. આ પ્રાણાયામ શરીરને પર્યાપ્ત માત્રામાં તાજો ઓક્સિજન પ્રદાન કરવાનું કામ કરે છે.

ત્રિકોણાસન

ત્રિકોણાસન સૌથી વધારે ચરબી કમર અને જાંગ ઉપર વધે છે. તેવામાં સ્થુળતાને ઓછી કરવા માટે આ આસન કારગર સાબિત થઈ શકે છે. સ્થુળતાને ઓછી કરવા અને શરીર ના સ્ટ્રક્ચર્સ બેલેન્સ ને યોગ્ય કરવા માટે આ આસન કરવામાં આવે છે. આ આસનથી પેટ ઉપર રહેલી ચરબી ને ખુબ જ ઝડપથી ઘટાડી શકાય છે.

અર્ધ મત્સ્યેન્દ્રાસન

અર્ધ મત્સ્યેન્દ્રાસન કરોડરજજુના હાડકાને મજબુત બનાવે છે. જેના લીધે તેની કાર્ય કૌશલતામાં સુધારો થાય છે. પીઠમાં દુખાવો અને સોજામાં રાહત મળે છે. આ આસન કરવાથી છાતી રિલેક્સ થાય છે અને ફેફસામાં ઓક્સિજનની આ પુરતી વધી જાય છે. આ આસન તમારા પેટ અને પીઠ ઉપર કામ કરે છે. તેને કરવા માટે પોતાના પગને સીધા કરો અને ત્યારબાદ આ આસન નું પુનરાવર્તન કરો.

કપાલભાતિ

યોગ ગુરૂ સ્વામી બાબા રામદેવ અનુસાર શ્વાસ લેવાનો આ ઉપાય તમારું વજન ખુબ જ જલ્દી ઘટાડી શકે છે. તેને કરવા માટે ચટાઈ ઉપર પાલથી મુદ્રામાં બેસીને શરીર અને કરોડરજજુના હાડકાને સીધા રાખીને ગરદનને સીધી કરો. ત્યારબાદ પોતાની આંખ બંધ કરો અને પોતાના નાકથી શ્વાસને બહાર તરફ છોડો અને પેટને અંદરની તરફ સંકોચો. આવું તમારે ૫-૧૦ મિનિટ સુધી પુનરાવર્તન કરતું રહેવાનું છે.

ચક્કી ચલાસન

ચક્કી ચલાસન પેટની ચરબી ઓછી કરવા માટે આ આસન ખુબ જ કારગર માનવામાં આવે છે. જેવી રીતે પહેલાના સમયમાં ઘઉં પીસવા માટે લોકો હાથથી ચક્કી ચલાવતા હતા, એવી જ રીતે આ આસનને કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *