ઝડપથી વજન ઘટાડવા માંગતા લોકોએ આ ડિટોક્સ ડ્રિંક જરૂરથી પીવું જોઈએ, માખણની જેમ ચરબી ઓગળી જશે

આજકાલ સ્થુળતા અને વજન વધવાની સમસ્યા એક સામાન્ય બાબત બની ગઈ છે. ખાસ કરીને કોરોના મહામારી દરમિયાન થયેલ લોકડાઉનને કારણે ઘરમાં બેસી-બેસીને ઘણા બધા લોકોનું વજન ખુબ જ વધી ગયું છે. કારણ કે આપણી શારીરિક સક્રિયતા ખુબ જ ઓછી થઈ ગઈ છે. જો તમે પણ પોતાનું વજન ઘટાડવા માંગો છો તો થોડી કસરતની સાથો સાથ આ ડિટોક્સ ડ્રિંક નું સેવન પણ તમને ખુબ જ શ્રેષ્ઠ પરિણામ આપી શકે છે.

આ ડિટોક્સ ડ્રિંક જીરું, ધાણા અને વરિયાળી માંથી તૈયાર કરવામાં આવે છે. આપણા બધાના રસોઈઘરમાં આ ચીજો ખુબ જ સરળતાથી મળી આવે છે અને તેનાથી સ્વાસ્થ્યનાં પણ અઢળક લાભ થતા હોય છે. તો ચાલો જરા પણ મોડું કર્યા વગર જીરું ધાણા અને વરિયાળીની ડિટોક્સ ડ્રિંક કેવી રીતે બનાવવામાં આવે છે, તેની રેસિપી જાણીએ.

જીરું, ધાણા અને વરિયાળી ડિટોક્સ ડ્રિંક બનાવવા માટે અડધી ચમચી જીરૂ, ધાણા અને વરિયાળીને એક-એક ગ્લાસ પાણીમાં પલાળીને રાખી દો. બીજા દિવસે સવારે આ પાણીને ઉકાળીને ગાળી લેવું. આ બધા પાણીને એક સાથે કરીને તેમાં સિંધાલુંણ મીઠું, મધ અને અડધું લીંબુનો રસ ઉમેરો. એસિડિટીની સમસ્યા વાળા લોકોએ લીંબુનો ઉપયોગ કરવો નહીં. હવે તમને જણાવીએ કે આ ડિટોક્સ ડ્રિંક કેવી રીતે વજન ઓછું કરવામાં સહાયક બને છે.

પાચનતંત્ર અને શ્રેષ્ઠ બનાવે

આ સ્થુળતાનું એક મહત્વપુર્ણ કારણ ખરાબ પાચનતંત્ર પણ હોઈ શકે છે, જેમાં ભોજનનું પાચન ન થવાને કારણે સુસ્તી, આળસ અને કબજિયાત જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે. વરસાદની ઋતુમાં પણ પાચન સાથે જોડાયેલી સમસ્યાઓ ઉત્પન્ન થતી હોય છે. એટલા માટે કેલ્શિયમ, પોટેશિયમ, કોપર, ઝિંક વગેરે પોષક તત્વોથી ભરપુર ધાણા, જીરુ અને વરિયાળી નું ડિટોક્સ ડ્રિંક પેટને સાફ કરીને પાચન સાથે જોડાયેલી સમસ્યાઓમાં લાભ પહોંચાડે છે. તે સિવાય તે તમારી ત્વચાને પણ મુલાયમ રાખવામાં કારગર સાબિત થાય છે.

વજન ઓછું કરે છે જીરૂ, ધાણા અને વરિયાળીનું ડિટોક્સ ડ્રિંક

વજન નિયંત્રણમાં જીરૂ, ધાણા અને વરિયાળીનું ડિટોક્સ ડ્રિંક ખુબ જ સારું માનવામાં આવે છે. તેમાં ઘણા બધા મિનરલ અને વિટામિન હોવાને કારણે તે આપણા શરીરમાંથી વધારાના વોટર વેટને ઓછું કરીને વજન અને વધવાથી રોકે છે. તે સિવાય ધાણાનાં બીજ માં એન્ટિસેપ્ટિક ગુણ હોય છે, જે ઘણી બધી ત્વચા સંબંધી પરેશાનીઓ માંથી મુક્તિ અપાવે છે. આ ડ્રિંકમાં રહેલ વરીયાળી આપણા મેટાબોલિઝ્મને વધારીને સ્થુળતા ઘટાડવામાં કારગર સાબિત થાય છે.

તો આજથી જ પોતાના રૂટિનમાં જીરૂ, ધાણા અને વરિયાળીનું ડિટોક્સ ડ્રિંક સામેલ કરી લો. જેથી વજનની સાથે સાથે અન્ય સમસ્યાઓમાંથી પણ તમને છુટકારો મળી જશે.