ઝડપથી વજન ઘટાડવા માંગો છો તો આજે જ પીવાનું શરૂ કરી દો આ સુપ, અઠવાડિયામાં ગાયબ થઈ જશે ચરબી

Posted by

વજન ઘટાડવું આજના સમયમાં કોઈ ચેલેન્જથી ઓછું નથી. જો તમારું વજન થોડું વધારે છે તો લોકોની ત્રાંસી નજર અને ખરાબ કોમેન્ટનો તમારે સામનો જરૂર કરવો પડે છે. જો કે વજન ઘટાડવું ફક્ત સ્લિમ દેખાવવા માટે જરૂરી નથી, પરંતુ તેનાથી તમે ઘણી બીમારીઓથી પણ બચી શકો છો. જો તમામ પ્રકારની રીત અને નિયમ અપનાવ્યા બાદ પણ તમારું વજન ઓછું નથી થઈ રહ્યું તો આજથી જ સુપ પીવાનું શરૂ કરી દો. આજે અમે તમને અમુક એવા સુપ વિશે બતાવવા જઈ રહ્યા છીએ, જેનું સેવન કરવાથી વજન ખૂબ જ ઝડપથી ઓછું થવા લાગે છે.

સૌથી મોટી વાત એ છે કે જો તમે વ્યસ્ત રહો છો અને તમને વજન ઓછું કરવા માટેનો સમય રહેતો નથી, તો આ સુપ તમારા માટે ખૂબ જ ફાયદાકારક વિકલ્પ સાબિત થઇ શકે છે. તેનું સેવન કરવાથી તમારા સમયની પણ બચત થશે અને સાથોસાથ તમારા શરીરને પર્યાપ્ત પોષણ પણ મળશે. તો ચાલો વજન ઓછું કરવા વાળા અમુક સુપ વિશે જાણીએ.

  • વ્હાઇટ બીન્સ સુપ વજન ઓછું કરવા વાળા ડાયટ પ્લાનનો મહત્વનો હિસ્સો છે. તેમાં સુગર, ફેટ અને સોડિયમ ખૂબ જ ઓછી માત્રામાં મળી આવે છે અને તે ખૂબ જ પૌષ્ટિક હોય છે. સાથોસાથ તે ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. તેને તૈયાર કરવું પણ ખૂબ જ સરળ છે અને તેમાં મોટી માત્રામાં પ્રોટીન મળી આવે છે.
  • બની શકે છે કે તમને બ્રોકલી પસંદ ન હોય, પરંતુ તે ઝડપથી વજન ઓછું કરવા માટે પ્રભાવી સુપ છે. ૧૦૦ ગ્રામ બ્રોકલી સુપમાં અંદાજે ૧.૨ ગ્રામ ફૅટ મળી આવે છે. સાથોસાથ તે ફાઇબર અને જરૂરી પોષક તત્વોથી ભરપૂર હોય છે.

  • દૂધીનાં સુપથી તમે બિનજરૂરી ફેટને ખૂબ જ સરળતાથી જ ઓછી કરી શકો છો. તેમાં ફેટ અને સુગર ઓછું હોય છે અને તે પ્રોટીન તથા ફાઇબરનો ખૂબ જ સારો સ્ત્રોત માનવામાં આવે છે.
  • વજન ઓછું કરવા વાળા સુપમાં બ્રાઉન રાઈસની સાથે મિક્સ ચિકન સુપ સ્વાદિષ્ટ માનવામાં આવે છે અને સાથોસાથ તેમાં સોડિયમ ઓછું અને પ્રોટીન વધારે માત્રામાં મળી આવે છે. ચિકનની સાથે ૧૦૦ ગ્રામ બ્રાઉન રાઇસ સુપમાં ફક્ત ૦.૭ ગ્રામ ફેટ આવે છે.
  • વજન ઓછું કરવા માટે તમે લીલી ડુંગળી તથા બટેટાનાં સૂપનું સેવન કરીને શરીરને જરૂરી પૌષ્ટિક તત્વો પણ ઉપલબ્ધ કરાવી શકશો. તમે તેને મલ્ટીગ્રેઇન બ્રેડની સાથે લઈને ઓછી ફેટ વાળો નાસ્તો પણ કરી શકો છો.

  • ગાજરનાં સુપને તમે કોથમીરની સાથે પણ લઈ શકો છો. તેમાં સુગર ખૂબ જ ઓછી માત્રામાં હોય છે, વજન ઓછું કરવા વાળા આ ૧૦૦ ગ્રામ સુપમાં ફક્ત ૧.૨ ગ્રામ ફેટ મળી આવે છે.
  • તમે પોતાના સામાન્ય વટાણાનાં સૂપમાં મનપસંદ વેજીટેબલ ઉમેરીને વજન ઓછું કરનાર સૂપ બનાવી શકો છો, તે પ્રોટીનથી ભરપૂર હોય છે અને તેમાં ફેટની સાથે સાથે સોડિયમ તથા સુગર પણ ઓછું હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *