ઝડપથી વજન ઘટાડવા માટે ઘરે બનાવેલ આ સલાડનું સેવન કરો, સરળતાથી ઘટશે વજન, જાણો રેસીપી

Posted by

લોકડાઉનમાં વજન ઓછું કરવું કે પછી કન્ટ્રોલમાં રાખવું ઘણું જ મુશ્કેલ થઈ ચૂક્યું છે. એક જગ્યાએ લાંબા સમય સુધી બેસીને કામ કરવાના કારણે ઘણા લોકો બેલી ફેટ ની સમસ્યા સામે લડી રહ્યા છે. લોકડાઉનનાં કારણે થયેલા વર્ક ફ્રોમ હોમનાં કારણે વજન વધવું સામાન્ય છે. કારણ કે આ દરમિયાન મોટાભાગનાં લોકો એક જ સ્થાન પર ૮ થી ૯ કલાક સતત બેસી રહે છે. સતત કામ કરવાના કારણે થોડા લોકો પોતાના ખોરાક પર પણ ધ્યાન નથી આપી રહ્યા. ઓફિસ અને કામના પ્રેશરને કારણે થોડા લોકો ઇન્સ્ટન્ટ ફૂડ ખાવાનું પસંદ કરે છે. તેવા લોકો વધારે જંક ફૂડ કે પછી ડબ્બામાં બંધ ફૂડને સારો ઓપ્શન સમજી લે છે. જેનાં કારણે મોટાપા વધુ એક સામાન્ય વાત થઈ ગઈ છે.

જો તમે પણ ઓફિસ અને કામના કારણે ખોરાક પર ધ્યાન નથી આપી રહ્યા અને એવા ડાયટ ની શોધ કરી રહ્યા છો, જે ઇન્સ્ટન્ટ બની પણ જાય અને તમારા વજનને કન્ટ્રોલમાં રાખે તો પરેશાન ન થાવ. આજે અમે તમારી સાથે એક એવી જ રેસિપી શેર કરવા જઈ રહ્યા છે જે ખુબ જ સરળ રીતે બનાવી શકાય છે. સાથે જ તમે એને ક્યારેય પણ ખાઈ શકો છો. આ રેસિપી થી વજન પણ જલદી ઘટાડી શકે છે. ચાલો જાણીએ ગાજર અને અનાનસ થી વેટ લોસ સલાડ રેસીપી વિશે.

ઘર પર બનાવો ઇન્સ્ટન્ટ વેટ લોસ સલાડ

વેટ લોસ સલાડ તૈયાર કરવા માટે તમારે થોડી વસ્તુની આવશ્યકતા છે.

 • ગાજર – બે
 • અનાનસ – ૧ ટુકડો
 • ક્રેનબરી – ૧ મુઠ્ઠી
 • ફુદીનાનાં પાંદડા – ૫ થી ૭ પાંદડા
 • સંતરાનો રસ – અડધો કપ
 • ગ્રીક દહીં – ૧ ચમચી
 • હળદર – ૧ ચપટી
 • ખસખસ – ૧ ટીસ્પૂન
 • મધ – ૧ ટીસ્પૂન
 • મીઠું – સ્વાદ મુજબ
 • લીંબુનો રસ – ૧ ટીસ્પૂન

સલાડ બનાવવાની વિધિ

એક મોટું વાસણ લો. એમાં ગાજરને પતલી કાપીને નાખો. હવે અનાનસનાં નાના-નાના ટુકડા કરીને નાંખો. ત્યાર બાદ એમાં સુખી ક્રેનબેરી નાખી એને સારી રીતે મિક્સ કરો. ત્યારબાદ તેમાં સંતરાનો રસ અને ગ્રીક દહીં મિક્સ કરો. ઉપરથી ચપટી હળદર નાખો. પછી તેમાં સ્વાદ મુજબ મીઠું, લીંબુનો રસ અને થોડા ફુદીનાનાં પાન નાખીને સારી રીતે મિક્સ કરો. લો હવે તમારું સલાડ તૈયાર છે. સજાવવા માટે તમે અખરોટ અને ફુદીનાનાં પાનનો ઉપયોગ કરી શકો છો. આ સલાડ વજનને ઘટાડવામાં કારગર છે. સાથે જ તેનું સેવનથી કરવાથી સ્વાસ્થ્યને ઘણા અન્ય ફાયદા થઈ શકે છે.

અનાનસ અને ગાજર સલાડ ખાવાનાં ફાયદા

ગાજર અને અનાનસથી તૈયાર આ સલાડ સ્વાદ સાથે વજન ઘટાડવામાં પણ કારગર છે. આ સિવાય એમાં મેળવવામાં આવેલી અન્ય વસ્તુઓ પણ વજનને ઓછું કરવામાં સહાયક માનવામાં આવે છે. જેમ કે લીંબુ એક સારુ વેટ કટર માનવામાં આવે છે. એ તમારા શરીરની એક્સ્ટ્રા ચરબીને ઓછી કરે છે.

અનાનસ થી બનેલું આ સલાડ વિટામિન સીથી ભરપૂર હોય છે. વિટામીન સી એન્ટીઓક્સીડેન્ટ ગુણોથી ભરપૂર હોય છે. આ એન્ટીઓક્સીડેન્ટ બીમારીથી લડવામાં આપણે મદદ કરે છે. આના સેવનથી ઇમ્યૂનિટીને બુસ્ટ કરી શકાય છે. જે કોરોના કાળમાં આપણા માટે ખુબ જરૂરી છે.

આ સલાડમાં રહેલું ગાજર આંખની રોશની માટે સારી માનવામાં આવે છે. સાથે જ આયર્ન થી ભરપૂર હોય છે. જે શરીરમાં થવાવાળી આયર્નની ઉણપને દુર કરે છે. એટલું જ નહિ ગાજરનું સેવન કરવાથી હૃદય સાથે જોડાયેલી સમસ્યા પણ દૂર રહે છે. ગાજરમાં ફાઇબર હોય છે, જે પાચન સાથે જોડાયેલી મુશ્કેલીઓને ઓછી કરે છે. તેનું સેવનથી કરવાથી અપચો અને કબજિયાત જેવી સમસ્યાઓથી રાહત મેળવી શકાય છે.

ધ્યાન રાખો કે વજન ઓછું કરવા માટે ડાયટ સાથે-સાથે નિયમિત રૂપથી એક્સરસાઇઝ પણ જરૂરી હોય છે. જો તમે તમારા કામનાં સમયથી થોડો સમય એક્સરસાઇઝ માટે પણ કાઢો તો એ તમારા સ્વાસ્થ્ય માટે ખુબ જ સારું હોઈ શકે છે. સાથે જ પાણીનું સેવન વધારે થી વધારે કરો. પાણી પીવાથી શરીરમાં રહેલા ઝેરીલા પદાર્થ બહાર નીકળી જાય છે. જેનાથી તમારું વજન કંટ્રોલમાં રહી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *