ઝડપ વજન ઘટડવામાં રામબાણ સાબિત થશે આ જ્યુસ, ફેટ માંથી બની જશો ફિટ

Posted by

દુધી (Bottle Gourd) લગભગ બધી જગ્યાએ મળી રહે એવી સામાન્ય શાકભાજી છે, જે ઘણું ફાયદાકારક છે. દુધીનું શાક ખાવામાં સ્વાદિષ્ટ અને પોષક તત્વોથી ભરપૂર તો હોય છે જ, સાથો સાથ દુધીનો જ્યુસ પણ વજન ઉતારવા માટે ઘણું મદદરૂપ છે. ઘણા ફળ અને શાકભાજી એવા છે, જેને તમે તમારી વેટ લોસ જર્ની નો ભાગ બનાવી શકો છો. દુધી ની વાત કરીએ તો તમારામાંથી ઘણા લોકોને દુધી ખાવાનું પસંદ નહી હોય, પણ જ્યારે વજન ઉતારવાની વાત આવે ત્યારે આપણે ન ગમતી વસ્તુ પણ કરવા માટે તૈયાર થઈ જઈએ છે. જો તમે નિયમિત રીતે દુધીનાં જ્યુસનું સેવન કરો છો અને એક્સરસાઇઝ કરો છો, તો તમે જલ્દીથી વજન ઘટાડી શકો છો.

કેવી રીતે વજન ઘટાડે છે દુધીનું જ્યુસ

કદાચ ઘણા બધા લોકોને સાંભળીને વિશ્વાસ નહી થાય કે દુધી વજન ઘટાડવામાં ઘણી મદદરૂપ છે. અહીં અમે તમને જણાવીશું કે દુધી તમારા વજનને ઘટાડવા માટે કેટલી મદદગાર છે. દુધીમાં રહેલા વિટામિન બી, પાણી અને ફાઈબર મળીને તમારા શરીરમાં મેટાબોલિઝમ રેટને વધારે છે અને પાચનતંત્રને સક્રિય બનાવે છે. તેના સિવાય તે તમારી ભુખને કન્ટ્રોલ કરવામાં તેમજ કબજિયાત સંબંધી સમસ્યાઓને ઓછી કરવામાં મદદરૂપ છે.

તેના સિવાય દુધીમાં સેચ્યુરેટેડ ફેટ અને કેલેસ્ટ્રોલ બહુ જ ઓછા પ્રમાણમાં હોય છે. તેમાં વિટામિન-બી થી લઈને વિટામિન-સી, વિટામિન-કે, વિટામિન-એ, વિટામિન-ઈ, આયર્ન, ફોલેટ, મેગ્નેશિયમ, પોટેશિયમ જેવા આવશ્યક પોષક તત્વો હોય છે. વજન ઘટાડવાની બાબતમાં દુધીનું જ્યુસ પીવાથી તમે આખો દિવસ એનર્જેટિક રહો છો અને વજનને કંટ્રોલ કરવામાં મદદ મળે છે.

ડાયાબિટીસ અને અનિદ્રા પણ ફાયદાકારક છે દુધીનુ જ્યુસ

દુધી તમારી ઊંઘને સુધારે છે અને રાત્રે સારી ઊંઘ લાવવામાં મદદ કરે છે. વળી એ તમારા બ્લડ શુગર લેવલને પણ કન્ટ્રોલ કરે છે. એટલે કે તમે ડાયાબિટીસનાં દર્દી છો અથવા તો અનિદ્રાની સમસ્યાથી પરેશાન છો તો દુધીનાં જ્યુસનું સેવન કરી શકો છો. એક અધ્યયનમાં જાણવા મળ્યું છે કે દુધીનાં જ્યુસમાં Protein-Tyrosine Phosphatase 1 એજાઇમ હોય છે. જે શરીરનાં ઇન્સ્યુલિનનાં લેવલને મેઈન્ટેન રાખવામાં અને બ્લડ સુગર કંટ્રોલ રાખવામાં મદદ કરે છે. તેમાં કાર્બ્સ ની માત્રા નથી હોતી. એટલે ડાયાબિટીસના રોગીઓ માટે દુધીનુ જ્યુસ કે દુધી નું શાક ખાવું ખૂબ જ ફાયદાકારક હોય છે. તેના સિવાય દુધીનુ જ્યુસ તમને કબજિયાત માં પણ ઘણી રાહત મેળવવામાં મદદ કરે છે.

કેવી રીતે બનાવશો દુધીનુ જ્યુસ

દુધીનું જ્યુસ બનાવવું ઘણું સરળ છે. અહીં અમે તમને દુધીનાં જ્યુસ બનાવવાની વિધિ જણાવીશું, જેણે વજન ઘટાડવાથી લઈને ડાયાબિટીસનાં દર્દીઓ પણ સેવન કરી શકે છે.

દુધીનુ જ્યુસ બનાવવા માટે તમે એક થી બે ફ્રેશ દુધી લો અને તેના મીડિયમ સાઇઝનાં ટુકડા કરી લો. હવે તમે કાપેલા ટુકડા જ્યુસર માં નાખો અને દુધીનો રસ કાઢી લો. ફેશ દુધીના રસમાં તમે એક ચમચી લીંબુનો રસ, એક ચમચી તજનો પાવડર અને સંચળ પાવડર નાખીને લઈ શકો છો. દુધીનું જ્યુસ રોજ સેવન કરવાથી તમારુ બ્લડ સુગર કન્ટ્રોલમાં રહેશે અને વજન ઘટાડવામાં પણ મદદ મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *