દેશ માટે જે જવાન શહીદ થાય છે તેના માટે આપણે કંઈક કરવું જોઈએ જેથી તે પરિવારને તેની ખોટ નો અનુભવ ના થાય. આજની ભાગદોડ વાળી જીંદગીમાં ત્યાં જઈ ને કાંઈ પણ કરવું શક્ય નથી, પરંતુ યથાશક્તિ પ્રમાણે મદદ તો કરવી જ જોઈએ. આવુ જ એક કુટુંબ મધ્યપ્રદેશમાં રહેતું હતું અને ઝૂંપડામાં રહેતા શહીદના પરિવારને સરકારે કોઇ મદદ કરી ન હતી, ત્યારે ગામના લોકોએ મળીને તેમને એવી મદદ કરી કે તે હંમેશા યાદ રાખશે.
ઝૂંપડામાં રહેતા શહીદના પરિવારે સરકારે મદદ કરી ન હતી
મધ્યપ્રદેશના દીપાલવપુરના પીર પીપલિયા ગામના લોકોએ કંઈક એવું કર્યું જેના વિશે જાણીને તમારો ચહેરો ખીલી ઉઠશે. પીર પીપલિયા ગામના રહેવાસી હવલદાર મોહનસિંહ સુનર ત્રિપુરામાં બીએસએફના જવાન હતા. આતંકવાદીઓ સામે લડતા તે શહીદ થયા હતા. 27 વર્ષથી, તેનો પરિવાર ગામના તે કાચ્ચા મકાનમાં રહેવા માટે મજબૂર હતા. જે પેન્શન શહીદને ચુકવવામાં આવતું હતું તેના થી તેનો પરિવાર જેમ તેમ કરી પોતાનું ગુજરાન ચલાવતુ હતું.
ત્યાં ના સ્થાનિકોએ તેમના માટે પાકા મકાન બનાવા માટે સરકારને અપીલ કરી હતી પરંતુ ત્યાં થી કોઈ મદદ આવી નહોતી. શિયાળા અને વરસાદમાં મહિલાઓ અને બાળકોને ઘણી મુશ્કેલી ઓ થતી હતી. આ પછી લોકોએ સામૂહિક ભંડોળ રૂ.11 લાખ ભેગું કરી અને રક્ષાબંધન પર શહીદની પત્ની રાજુબેન ને ઘર ભેટરૂપે આપ્યું. ભેટ આપવાની રીત પણ અદભૂત હતી.
જે લોકોએ ઘર બનાવામાં મદદ કરી એ બધા શહીદ ની પત્નિને બહેન માનતા હતા અને બહેને પોતાના નવા ઘરમાં પ્રવેશ ભાઈઓ ના હાથ પર ચાલીને કર્યો હતો. સરહદ સુરક્ષા દળમાં તૈનાત મોહનલાલ સુનીરનો પરિવાર મજૂર તરીકે કામ કરતો હતો અને શહીદની પેન્શન માત્ર 700 રૂપિયા હતી જે ત્રણ લોકો માટે પૂરતી નહોતી.
યુવકો એ ઉઠાવ્યું હતું પ્રથમ પગલું
ગામના યુવાનોએ એક અભિયાન શરૂ કર્યું હતું અને જોત જોતાં માં જ 11 લાખ રૂપિયા એકઠા થાય ગયા. ઘર આ રકમ થી જ બનાવવામાં આવ્યું હતું અને ગયા વર્ષની જેમ તેઓ એ આ વર્ષે પણ શહીદની પત્ની પાસે રાખડી બંધાવી હતી. આ વર્ષે રાખડી ના ફરજ ને નિભાવવા રક્ષાબંધન ની ભેટ રૂપે તેમને નવા ઘરની ચાવી આપી. ગ્રામજનોએ પીરપીપલ્યા મુખ્ય માર્ગ પર શહીદની પ્રતિમા સ્થાપિત કરવાનું વિચાર્યું છે અને આ સાથે તેઓ જે સરકારી શાળામાં અભ્યાસ કર્યો છે તે શાળા નું નામ પણ તેમના નામે રાખવાનુ કહેવામાં આવ્યું છે. હવે પછી શું થશે તે સમય કહેશે, પરંતુ આ ધ્યેય ખૂબ સારો હતો અને લોકોએ આવા સારા કામ ચોક્કસપણે કરવા જોઈએ.